ચપળતા તેમજ યાદશક્તિ વધારવા માટે આ ચીજોનું સેવન કરો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

 ચપળ મગજ અને યાદશક્તિ વધારવા માટે સ્વાદિષ્ટ એન્ટીઓક્સીડેન્ટથી ભરેલા પદાર્થ ખાવા જોઈએ, જે ઉંમર વધવાના કારણે ફ્રી રેડીકલ ડેમેજ ને પણ અટકાવે છે તેની પાસે ન્યુરો પ્રોટેક્ટિવ ગુણ પણ હોય છે અને તેની પાસે ન્યુરો પ્રોટેકટિવ ગુણ પણ હોય છે જે મગજની નસો રસાયણો કે આઘાતથી થનારા નુકસાનને બચાવી અને ઉંમર સંબંધિત યાદશક્તિ ઘટતા અટકાવે છે.યોગ્ય આહાર વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. એ જ રીતે હૃદય ફેફસાં કે માંસપેશીઓ માટે બેરીઝ સારા રહે છે, સોજો ઘટાડે છે અને વૃદ્ધાવસ્થાને આગળ વધતી અટકાવી શકે છે.

 

ટામેટા

 

ટામેટામાં મળી આવતા પાવરફુલ ઍન્ટિ-ઑક્સિડન્ટ લાઈકોપીનની કોશિકાઓને ફ્રી રેડિકલ્સથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે કે ડિમેન્શિયા વિશેષરૂપથી અલ્ઝાઇમરની સારવારમાં મદદરૂપ છે.

 

ચોકલેટ

 

ચોકલેટમાં ફ્લેવોનોઈડ્સ હોય છે જે એન્ટી ઓક્સીડેન્ટનો એક પ્રકાર હોય છે જે મસ્તિષ્કના સ્વાસ્થ્ય સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે, જે એન્ટિઓક્સિડન્ટનો એક પ્રકાર હોય છે. તેમજ તેની અંદર સફરજન લાલ અને જાંબલી દ્રાક્ષ, રેડ વાઈન ડુંગળી, ચા જેવા બિયરનો સમાવેશ થાય છે.

 

બ્રોકલી


બ્રોકલી વિટામીનનો એક સૌથી મોટો સ્ત્રોત છે, મસ્તિષ્કની શક્તિમાં સુધારો લાવવા માટે ઉપયોગી છે બ્રોકલીમાં ફોલિક અને એન્ટિઓક્સિડન્ટ તત્વો રહેલા હોય છે, વિટામિન સીનો મજબૂત સ્તોત્ર છે જે મસ્તિષ્કના કાર્યોમાં મહત્વની ભૂમિકા નિભાવે છે, તેમાં રહેલા વિટામિન બી એસ શક્તિમાં વધારો કરે છે, અને માનસિકશક્તિ વધારવામાં ઉપયોગી થાય છે, એક કપમાં બે કે ત્રણ બ્રોકલી નાખી અને આરોગવાથી વધારે ઉંમરમાં અલ્જાઈમરની બીમારી થવાની સંભાવના ઘટી જાય છે.

 

નટ્સ


 નટ કે સુકામેવા એ મગજ ન અદ્ભુત પોષણ આપે છે, પ્રોટીન તેમજ આવશ્યક ફેટી એસિડ ભરપૂર હોય છે, તેની અંદર એમીનો એસિડ પણ હોય છે, જે ગ્રોથ હોર્મોન રિલીઝ કરવા માટે મસ્તિષ્ક પર પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે, આ એક ખોરાક છે જેને આરોગવાથી 35 વર્ષની ઉંમર બાદ જલ્દીથી ઘટાડો થાય છે.

 

ગ્રીન ટી


ગ્રીન ટી અલ્ઝાઇમર રોગમાં રહેલા એક એન્ઝાઈમ ને રોકે છે તેમજ પોલીફીનોલ માં પણ સમૃદ્ધ છે, પોલીફીનોલ એક એન્ટિઓક્સિડન્ટ છે જે મસ્તિષ્કની ઉંમરને વધવામાં મદદરૂપ થાય છે, આ સિવાય ગ્રીન ટી પીવાથી પણ મસ્તિષ્ક અને અલ્ઝાઇમરથી બચાવી શકાય છે, ગ્રીન ટી પીવાથી મષ્ટિશકના અલઝાઇમર અને  પાર્કિન્સન્સ જેવા વિકારો અટકે છે, અને દિવસમાં બે વખત ગ્રીન ટી પીવી જોઇએ.

 

પાણી


 શરીરની પ્રત્યેક કોશિકાને કાર્યરત થવા માટે પાણીની આવશ્યકતા પડે છે, અને મસ્તિષ્કની કોશિકાઓ અલગ નથી વાસ્તવમાં મસ્તિષ્કમાં લગભગ  3/4 ભાગ પાણી રહેલું છે, ઓહિયો યુનિવર્સિટીના એક અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે જે લોકોના શરીર સારી રીતે હાઇડ્રેટેડ થતા હતા તે લોકોની સરખામણીમાં બ્રેઇન પાવરના પરીક્ષણો પર ઘણું સારું પરિણામ પ્રાપ્ત થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS