આ દેશમાં ખચાખચ સ્ટેડિયમમાં શરૂ થઈ ફૂટબોલ લીગ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વિશ્વભરમાં કોરોનાવાયરસના કારણે છેલ્લા કેટલાક સમયથી રમતજગતમાં શાંતિ જોવા મળી રહી હતી દુનિયાની સૌથી મોટી ફુટબોલ લીગ ફરીથી શરૂ થાય તેની રાહ જોઈ રહી છે.જ્યારે એવા દેશ પણ છે ત્યાં દર્શકો થી ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં ફૂટબોલ રમાડવાની શરૂઆત થઇ ચૂકી છે.

 

વિયેટનામમાં કોરોના મહામારી ના કારણે બંધ થયેલા ઘરેલુ ફૂટબોલ સત્ર સ્ટેડિયમમાં દર્શકોની સાથે શુક્રવારે ફરીથી શરૂ થઈ ચૂક્યો છે જ્યારે લીગના પ્રથમ મુકાબલામાં ચી  મીંન્હ હાઈને પોન્ગે ગોલ રહિત ડ્રો પર રોકી દીધી હતી.આ દરમિયાન સ્ટેડિયમમાં એક હજાર કરતાં વધારે દર્શકો ઉપસ્થિત હતા.

 

ચીનની સાથે સીમા ભાગીદારી છતાં નામ આ મહામારીની વચ્ચે જીત મેળવવામાં સફળ રહ્યું છે કે જ્યાં માત્ર 328 કેસ સામે આવ્યા હતા જ્યારે આ મહામારી થી કોઇનું નિધન થયું નથી સ્ટેડિયમમાં ક્ષમતાથી અડધી સંખ્યામાં દર્શકો ને આવવાની અનુમતિ હતી પરંતુ માસ લગાવવું જરૂરી હતું નહીં સ્ટેડિયમ આવનારા દર્શકોનું તાપમાન ચેક કરવામાં આવ્યું હતું.

 

પ્રારંભના લીગના 3 મુકાબલા રાખવામાં આવ્યા હતા. કોંગ અને નામ દિનની વચ્ચે ત્રણ હજારથી વધારે દર્શકોએ સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સાઈગોન અને બિનડુઈંગની મેચમાં 800 દર્શકો ઉપસ્થિત હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS