કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે અહીં મોલની લિફ્ટમાં કરાઈ ખાસ વ્યવસ્થા, લોકો માટે રખાયા ફૂટ પેડલ્સ

  • May 22, 2020 11:08 AM 226 views


કોરોના વાયરસનું જોખમ હજુ ટળ્યું નથી પરંતુ વિશ્વભરના દેશો હવે આર્થિક સ્થિતિને પણ વેગ મળે તેવા પ્રયત્ન કરી અને લોકડાઉનને હળવું કરી લોકોને કામ કાજ કરવા માટે છૂટ આપી રહ્યા છે. તેવામાં કંપનીઓમાં, ઓફિસોમાં કર્મચારીઓની સેફ્ટીને અને મોલ્સમાં લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખી કેટલાક ફેરફાર પણ કરવામાં આવે છે. આવો જ એક ફેરફાર હાલ ચર્ચાનો વિષય બન્યો છે. 

 

થાઈલેન્ડના બેંગકોકમાં સીકન સ્ક્વેર નામના મોલમાં કોરોના વાયરસના ફેલાવાને અટકાવવાના પ્રયત્નોના ભાગરુપે ગ્રાહકોને એલિવેટરના બટનો સ્પર્શ કરવો ન પડે તે માટે તેને હેન્ડ-ફ્રી બનાવ્યા છે. આ બટન દબાવવા માટે લિફ્ટમાં પગેથી પ્રેસ થાય તેવા પેડલ્સ મુકવામાં આવ્યા છે. જેથી લોકોને પોતાના હાથથી લિફ્ટના બટન પ્રેસ કરવા ન પડે. થાઈલેન્ડમાં માર્ચ માસ બાદ પહેલીવાર રવિવારે મોલ્સ અને ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ ખુલ્યા છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application