સમય પહેલા વૃદ્ધ બનાવી શકે છે ખાવા-પીવાની વસ્તુઓ, દૂર રહેવામાં છે ભલાઈ

  • March 12, 2021 12:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આપણે ખોરાકની અસર આપણા સ્વાસ્થ્ય સાથે ચહેરા અને વાળ પર પણ થાય છે સતત વ્યસ્ત લાઈફ સ્ટાઈલના કારણે ચહેરા પર કરચલી ડાર્ક સર્કલ દેખાવા લાગે છે. આ ઉપરાંત સમય પહેલાં જ વાર પણ સફેદ થવા લાગે છે નાની ઉંમરમાં જ આવા લક્ષણો દેખાવા એ અનહેલ્થી લાઇફસ્ટાઇલ ની નિશાની છે.

 

 

ઉમર સાથે વૃદ્ધના લક્ષણ દેખાવા તે સ્વાભાવિક છે પરંતુ ઉંમર પહેલાં જ જ્યારે આ લક્ષણો દેખાવા લાગી તો ચેતી જવું જોઈએ. તે જ સૌથી પહેલાં ફેરફાર કરવો જોઈએ ખાવા-પીવાની આદતોમાં. જી હા તમે ખાવા-પીવાની કેટલીક આદતોને બદલી અને ઉંમર પહેલા આવતા વૃદ્ધના લક્ષણોને દૂર કરી શકો છો. 

 

 

 ગરમીના દિવસોમાં સોડા અને એનર્જી ડ્રીંક પીવાની મજા તો ખૂબ આવે છે પરંતુ આપીને તમારા બોડીસ ની ઉંમર ઝડપથી વધારે છે ખાવા પીવાથી શરીરમાં કેલરી વધે છે અને સાથે જ ઝડપથી દેખાવા લાગે છે વૃદ્ધત્વ ના લક્ષણો.

 

 

તીખુ ચટપટું અને તળેલું ભોજન દરેકની પ્રિય હોય છે પરંતુ આવો ખોરાક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે મસાલેદાર ખોરાક ત્વચા પર ખીલ અને અન્ય સમસ્યાઓને આમંત્રણ આપે છે. 

 

 

મીઠાઈ દરેક વ્યક્તિને પ્રિય હોય છે કોઈ ખાસ તહેવાર હોય કે ન હોય ને તારે ખાવાનું મન થાય એટલે તરત જ આપણે દુકાને દોડી જઈએ છીએ પરંતુ જણાવી દઈએ કે વધુ પડતી મિઠાઇ નું સેવન  એજીંનની સમસ્યાને વધારે છે.

 

 

ફ્રોઝન ફૂડ માં પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે કિડની માટે નુકસાનકારક છે ફ્રોઝન ફૂડ અને લાંબા સમય સુધી તાજું રાખવા માટે તેમાં સ્ટાર્ચ નો ઉપયોગ થાય છે આવા ખોરાકનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસ અને હૃદયની બીમારીનું જોખમ વધી જાય છે સાથે જ વજન પણ વધવા લાગે છે.

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS