કઈ ખાદ્ય ચીજ વસ્તુઓ ફ્રિઝમાં રાખવાથી થાય છે નુકસાન ચાલો જાણીએ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બજાર થી લઇ અને રસોડા સુધીમાં એવી કેટલીક ચીજવસ્તુઓ હોય છે જેને ફ્રિઝમાં રાખવી જોઈએ નહીં. ફ્રીઝમાં રાખવાથી આ ચીજ વસ્તુઓના રંગ, સ્વાદ અને ગુણવત્તામાં ફરક આવી જાય છે.સામાન્ય રીતે બજાર થી લાવેલાં ઘણા બધા સમાન તાજા રાખવા માટે શ્રેષ્ઠ માધ્યમ ફ્રિજને માનવામાં આવે છે પરંતુ કેટલાક સમાન એવા હોય છે કે જેને ફ્રિઝમાં રાખવાથી સ્વાદ અને બનાવટ અને ખરાબ થઈ જાય છે, અને તેનો રંગ કાળો પડી જાય છે આવો જાણીએ કઈ ચીજ વસ્તુઓને ફ્રિજમાં રાખવી જોઈએ નહીં.


કેળા

 

પાકેલા કેળાને ફ્રીજમાં કેટલાક દિવસ સુધી એ જ સ્થિતિમાં રાખી શકાય છે, પરંતુ થોડાક કાચા અને સખત કેળા ફ્રીજમાં પાકી શકતા નથી ફ્રીજ થી કાઢ્યા બાદ કેળાની ઉપરની સપાટી કાળી થઈ જાય છે. કેળા ઉષ્ણકટિબંધીય ફળ હોય છે. કેળાના છાલને ઠંડીથી બચવાની કોઈ પ્રાકૃતિક સુરક્ષા હોતી નથી, જેથી કેળાને ઠંડા તાપમાન મૂકી શકાતા નથી તેના કારણે કેળા ઢીલા પડવા લાગે છે.


લસણ


લસણને પ્લાસ્ટિકની બેગ કે ફ્રિઝમાં રાખવાથી ફૂદા વાળા થઈ જાય છે, અને ઢીલા પડવા લાગે છે, લસણને સુરક્ષિત રાખવા માટે સૌથી સારી પદ્ધતિ છે તેને રૂમના સામાન્ય તાપમાન પર  કે અંધારી જગ્યાઓમાં રાખી શકાય છે. રૂમ એવો હોવો જોઈએ કે જેમાં હવાની અવર જવર નજીવી હોય.

 

બ્રેડ

 

રેફ્રિજરેટરની અંદર બ્રેડ રાખવી એ લાભકારક ગણાતું નથી, બ્રેડને ફ્રીઝમાં રાખવાથી તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે, ઠંડું તાપમાન પર સ્ટાર્ચ બનવાનું કારણ બને છે, ફ્રીજમાં બ્રેડ રાખવાથી બ્રેડ સુકાય પણ જાય છે.

 

બટેટા

 

બટેટાને સુki અને ઠંડી જગ્યા માં રાખી શકાય છે, પરંતુ ફ્રીઝમાં રાખવાથી તેના સ્ટાર્ચ ખાંડમાં તબદીલ થઇ જાય છે, જેના કારણે તેની બનાવટમાં ફરક પડી જાય છે, અને રંગહીન થવાનું કારણ બને છે, એવી સ્થિતિમાં બટેટા બહાર રાખવાથી તેનો સ્વાદ મીઠો લાગશે અને બટેટાને 45 ડિગ્રી તાપમાન સૌથી વધારે માફક આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS