સૂર્યપ્રકાશ ઘરમાં લાવે છે સકારાત્મક ઊર્જા, જાણો વાસ્તુ ટિપ્સ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સૂર્ય આપણા જીવનનો મુખ્ય આધાર છે. સૂર્ય વિના ધરતી પર મનુષ્ય જીવન અસંભવ છે. સૂર્યગ્રહણ બાદ ગ્રહોની ચાલ બદલાઈ જતી હોય છે. સૂર્યની સાથે જોડાયેલા કેટલાક વાસ્તુ ટિપ્સ વિશે આપણે જાણીએ.

 

વાસ્તુ અનુસાર રાત્રે ત્રણ વાગ્યે સૂર્ય ધરતીની ઉત્તર દિશામાં હોય છે, એવામાં જ્યારે તમે એકત્ર કરેલું ધન તિજોરીમાં રાખો છો તો તે ધન પર ક્યારેય ખરાબ નજર પડતી નથી. આ ધનનો ઉપયોગ હંમેશા સારા કામ માટે કરવામાં આવે છે.

 

તમારું મન અશાંત રહે છે જીવનમાં કોઈપણ પ્રકારની પ્રગતિ કે ખુશીનો સંચાર થઈ રહ્યો નથી એવામાં વહેલી સવારે ત્રણ વાગે ઉઠી અને સૂર્યોદય થાય ત્યાં સુધી સવારે છ વાગ્યા સુધી સૂર્યદેવનું ધ્યાન ધરો. આમ કરવાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થશે.

 

જ્યારે ઘરનું નિર્માણ કરવામાં આવે ત્યારે એવી દિશા રાખો કે જ્યાં સવારે ૬ થી ૯ કલાક સુધી સૂર્યનો સંપૂર્ણ પ્રકાશ આવતો હોય. આ રીતે ઘરમાં હંમેશા પોઝિટિવ એનર્જીનો સંચાર થશે.

 

રસોડું ઘરમાં હંમેશા બરકત બનાવી રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યારે રસોડામાં એક બારી જરૂર રાખો, જ્યાંથી સૂર્યનો પ્રકાશ ઘરમાં પ્રવેશી શકે. 

 

ઘરની અંદર જો બાથરૂમ બનાવો છો, તો એવી કોશિશ કરો કે ત્યાં સૂર્યનો પ્રકાશ ત્રણ કલાક ઓછામાં ઓછો આવતો હોય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS