તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ મોકળો કરે છે આ ફેંગશુઈ મુજબની વસ્તુઓ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ઘરની સજાવટ માટે લોકો અલગ-અલગ પ્રકારની ખરીદી કરવાનું પસંદ કરે છે કોઈ ફેંગશુઈ પ્રમાણે કેટલાક પ્રતીકો લગાવે છે કે જેનાથી ઘરની સુંદરતા જાળવવાની સાથે વાસ્તુદોષ પણ યોગ્ય કરવામાં મદદ મળે છે.

 


ઘરમાં પોઝિટિવીટીની સાથે સાથે ઘરના સભ્યોની વચ્ચે પ્રેમ વધારો થાય છે, તેમજ સ્વાસ્થ્ય અને નાણાકીય સમસ્યા દૂર થાય છે તો ચાલો જાણીએ ફેંગશુઈ પ્રમાણે કઈ ચીજો લગાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

 


ઘરમાં ઘોડાની મૂર્તિ કે સાત ઘોડાની તસવીર લગાવવાથી નાણાકીય તંગી દૂર થાય છે અને  પ્રગતિનો માર્ગ મોકળો થાય છે સાથે જ રોજગાર માટે નવો અવસર મળે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

 


ફેંગશૂઈમાં લાફિંગ બુદ્ધાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, ઘર, દુકાન કે ઓફિસમાં તેને રાખવાથી જીવનમાં ચાલી આવતી સમસ્યાનો અંત થાય છે. વાસ્તુદોષ માનસિક તેમજ આર્થિક સમસ્યા દૂર કરે છે, ઘર અને પરિવારમાં ખુશાલી ભર્યું વાતાવરણ જળવાયેલું રહે છે.

 


ઘરને ખરાબ નજરથી બચાવવા માટે ચાઈનીઝ ડ્રેગનની મૂર્તિ લગાવવી જોઇએ, તેનાથી પરીવારમાં ઝગડા અને કંકાશ ચાલ્યા આવતા હોય તો દૂર થશે અને ખુશીઓનું આગમન થશે.

 


ફેંગશુઈમાં વાસ્તુ દોષને દૂર કરવા માટે કાચબાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ઘર પર ધાતુનો કાચબો રાખવાથી બીમારીઓ અને દુશ્મનોમાંથી છુટકારો મળે છે. સુખ સમૃદ્ધિ તેમજ શાંતિ સાથે ધનનું આગમન થાય છે એવામાં ધાતુમાંથી બનેલા કાચબાને પાણીથી ભરેલા જારમાં ઘરની ઉત્તર દિશામાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

 


ફેંગશુઈ પ્રમાણે ઘરમાં વિવિધ પ્રકારની ગણતરીઓ લગાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેના દ્વારા કરમા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તમે ઘર ના મેઈન કે કે પછી મારી પાસે તેને લગાવી શકો છો.

 


આમ તો ઘરમાં છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પરંતુ ખાસ પ્રકારના વાંસના છોડ લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ નું આગમન થાય છે તેમજ પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય જળવાયેલું રહે છે. ફેંગશુઈ પ્રમાણે તેને ઘરની પૂર્વ દિશામાં એ જગ્યા પર લગાવવું જોઈએ કે જ્યાં ઘરના તમામ સભ્યો એકસાથે બેસતા હોય.

 


પક્ષીઓને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. કે માટે જે ઘરમાં પતિ પત્નીમાં લડાઈ ઝઘડા કે મનમેળ ન હોય તેમણે પોતાના બેડરૂમમાં લવ બર્ડ્સ રાખવા જોઈએ. જેનાથી લગ્ન જીવનમાં મીઠાશ આવે છે.

 

ફેંગશૂઈમાં માછલીઓને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ઘરમાં માછલીઓ રાખવાથી બંધ કિસ્મતના દરવાજા ખુલી જાય છે, ઘરમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે, સુખ,સમૃદ્ધિ તેમજ શાંતિનું આગમન થાય છે.

 


આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા લોકોએ પૂર્વ દિશામાં પિરામિડ રાખવો જોઈએ જેનાથી નાણાકીય સમસ્યા દૂર થાય છે અને આવકના નવા સ્ત્રોત ઉભા થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS