ચેહરા પર અનોખી ચમક લાવવા આ યોગાસન કરો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

લોકો જે ઝડપથી પોતાના કામો સરળ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, એટલો બધો ઉપયોગ કરવાથી તેના પર નિર્ભર થઈ ગયા છે. આધુનિક ટેક્નોલોજીના કારણે રોજબરોજના કામ કરવા માટે શારીરિક શ્રમની જરૂરિયાત ઓછી થવાના કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો લોકો નહીં કરવો પડી રહ્યો છે. જેમાંથી એક મેદસ્વિતા છે. જ્યારે સૌંદર્યની દૃષ્ટિએ પણ અસંતુલિત વજનના કારણે નુકસાન થાય છે, જેથી કેટલાંક યોગાસનો નિયમિત રીતે કરવા જોઈએ જે તમારા સૌંદર્યમાં નિખાર લાવી શકે છે, આવો જાણીએ તે યોગાસનો વિશે.

 

ઉષ્ટ્રાસન

 

ઉષ્ટ્રાસન નિયમિત અભ્યાસ કરવા માટે પગ લાંબા કરીને બેસી જાઓ અને ડાબા પગના એક ઘૂંટણને બેવડો વાડી ડાબી બાજુના નીતંબ પાસે રાખો, હવે ઘુટણના સહારે ઉભા થઈ જાવ ધ્યાન રાખો કે ઘૂંટણ અને પગના પંજાની વચ્ચે સમાન અંતર રાખો.હવે લાંબા શ્વાસ છોડતા કમરથી ઉપરના ભાગને પાછળની બાજુએ લઈ જાઓ અને ડાબી હથેળી થી ડાબી એડીને જમણા હાથથી  જમણી એડીને જમણા હાથથી પકડવાની કોશિશ કરો, અને એ બાબતનું ધ્યાન રાખો કે પાછળ ઝૂકતી વખતે ગરદનને ઝટકો ન લાગે, આ  આસન લગભગ ત્રણથી ચાર વખત કરો જેના દ્વારા પેટ અને કમર લચીલી બને છે. તેમજ ચહેરા પર નિખાર આવે છે.

 

નૌકાસન

 

નૌકાસનનો અભ્યાસ કરવા માટે સીધા ઊંઘી જાઓ પછી પોતાના ખંભા અને માથાને ધીમે ધીમે ઉપર ઉઠાવો, ત્યારબાદ પગને પણ સીધો ઉઠાવો અને ધ્યાન રાખો કે હાથ અને પગ ખંભાનું અંતર સમાંતર રહે, શ્વાસ છોડતા એ જ અવસ્થામાં પરત આવો અને આસન બેથી ત્રણ વખત રીપીટ કરો, આમ કરવાથી તમારા શરીરનું વજન ઘટી અને શરીર સ્ફૂર્તિલું બને છે અને સ્વતંત્ર પણ મજબુત બને છે. તેમજ ત્વચાનું સૌંદર્ય નીખરે છે.

 

ઉતાન પાદાસન

 

આ આસનનો અભ્યાસ કરવા માટે સીધા ઊંઘી જાઓ, પછી બંને હાથને સીધા રાખો હવે ઊંડો શ્વાસ લેતા પગને વાળ્યા વગર 30 ડિગ્રી કોણ સુધી ઉપર ઊઠાવો, ધીરે ધીરે શ્વાસ લેતા-લેતા કેટલીક સેકન્ડ સુધી આ મુદ્રામાં સ્થિર રહો, ત્યારબાદ ઊંડા શ્વાસ લેતા લેતા પોતાના પગને નીચે લઈ જાવ, આ ક્રિયાને ત્રણ થી પાંચ વખત કરો, આ  આસન પેટ અને પગની માસપેશીઓને મજબૂત બનાવે છે તો ચહેરાને પણ નવો નિખાર આપે છે.

 

ભુજંગાસન 

 

આ આસનના અભ્યાસ માટે પેટ પર ઊંઘી જાવ પછી, બંને હાથને છાતી અને બગલમાં રાખો હવે શ્વાસ લેતા-લેતા ધીરે ધીરે શરીરને ઉપર ઉઠાવો, આ દરમિયાન તમારું શરીર માત્ર નાભિ સુધી ઉચકવું જોઈએ, ત્યારબાદ સામાન્ય શ્વાસ સાથે પહેલાની અવસ્થામાં પરત આવો,આ પ્રક્રિયાને દસ વખત રીપીટ કરો અને આ આસનનો અભ્યાસ કરવાથી પેટ આસપાસ જામેલી ચરબી દૂર થાય છે, અને શરીર સુડોળ બને છે, તથા ચહેરો પણ આકર્ષક આકારમાં આવે છે અને ચમક વધારે છે.

 

શલભાસન

 આ આસન કરવા માટે જમીન પર પેટ રાખી અને ઊંઘી જાઓ હવે બંને હાથને નીચેથી ઉપર કરી લો, અને પોતાના માથાને ઉપર ઉઠાવો અને લાંબો શ્વાસ લેતા જાઓ, ત્યારબાદ ધીરે-ધીરે પોતાના પગને ગરદન સુધી અને મસ્તક ઉપર તરફ ઉઠાવો, પરંતુ ધ્યાન રહે કે પેટ જમીન પર જ રહેવું જોઈએ. આ આસનથી પણ ચરબી ઓગળે છે અને ચહેરામાં નવી કાંતિ આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS