કોરોના થયા બાદ ફીટ રહેવા માટે ફોલો કરો આ હેલ્ધી ડાયેટ

  • July 21, 2021 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત સમગ્ર વર્ષ કોરોનાએ અનેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ વાયરસ તમારા ફેફસાં પર ગંભીર અસર કરે છે. ડોક્ટર્સ આજે ફેફસાંનું ધ્યાન રાખવા પર વિશેષ ભાર મુકે છે. કોરોનાથી બચવા માટે યોગ, પ્રાણાયામ અને હેલ્ધી ડાયેટ આ બધા સ્ટેપ્સ ખુબ જરૂરી છે. કોરોના થયા બાદ ફેફસાંને હેલ્ધી રાખવા માટે આ ડાયેટ ખુબ ઉપયોગી નીવડે છે. 

 

 

1) ટામેટાં - ટામેટાં એન્ટી - ઓક્સીડેંટસની સાથે એન્ટી- બેક્ટેરીયલ ગુણોથી પણ ભરપુર છે. અસ્થમાના દર્દીઓ માટે આ ફાયદાકારક છે. અને ક્રોનિક ઓબ્સટ્રકટીવ પલ્મોનરી ડીસીઝના દર્દીઓ માટે પણ ઉપયોગી છે. ટામેટાં શાક ઉપરાંત તમે સૂપ, સલાડ, સેન્ડવીચ, જ્યુસમાં પણ લઇ શકો છે. 

 

 

2) ગ્રીન ટી - ગ્રીન ટી એન્ટી - ઓક્સીડેંટસ, એન્ટી - બેક્ટેરીયલ, એન્ટી - ઇન્ફલેમેન્ટરી ગુણોથી ભરપુર હોય છે. ફેફસાંનો સોજો ઉતારે છે. ઈમ્યુનીટી બુસ્ટ થાય છે, માટે રોજ 2 કપ ગ્રીન ટી પીવી જોઈએ. 

 

 

3) કોળું - કોળામાં બીટા કેરેટીન, લ્યુટીન, કેરોટીનોયડ, એન્ટી - ઓક્સીડેંટસ, એન્ટી - ઇન્ફલેમેંટરી ગુણો જોવા મળે છે. જેનાથી ફેફસાંની કાર્યક્ષમતામાં વધારો થાય છે. 

 

 

4) હળદર - હળદર એન્ટી - ઓક્સીડેંટસ અને ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. હળદરથી ઈમ્યુનીટી ઝડપથી વધે છે. હળદર તમે શાક ઉપરાંત ગરમ પાણી, દૂધમાં મેળવીને પણ પી શકો છો. 

 

 

5) સફરજન - દરરોજ એક સફરજન ખાવાથી તમે ડોક્ટર્સથી દુર રહો છો. કેન્સર અને અસ્થમા દુર કરવા માટે દરરોજ એપલ્સ ખાવા જોઈએ. 

 

 

6) બ્લુબેરી- બ્લુબેરીમાં એન્ટી - ઓક્સીડેન્ટસ જોવા મળે છે. તેમાં એન્થોસાયસીન, ફ્લેવોનોઈડ તત્વો પણ જોવા મળે છે. ફેફસાંને તે નુકસાનથી બચાવે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application