કોરોના થયા બાદ ઘટેલી ઈમ્યુનિટીને વધારવા ફોલો કરો આ ડાયટ પ્લાન

  • May 13, 2021 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસ બીજી લહેરમાં બધા લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. અત્યારે સ્થિતિ એવી છે કે દરેક વ્યક્તિએ પોતાની ઇમ્યુનિટી વધારવાની ખૂબ જરૂર છે. કોરોનાથી લડવા માટે જરૂરી છે ફ્રેશ અને હેલ્ધી ફૂડ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ તાજેતરમાં જ જણાવ્યું છે કે, કોરોના સંક્રમણથી બચવા માટે, કોરોના થયા બાદ શરીરની ઈમ્યુનિટી ફરીથી વધારવા અથવા તો કોરોના વાયરસ સામે લડવા માટે કેવું ફૂડ લેવું જોઈએ.

 

WHOના જણાવ્યા અનુસાર તમારા ડાયટમાં વિવિધ પ્રકારના ફળ અને અનપ્રોસેસ્ડ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. જેમાંથી વિટામિન, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ મળી શકે. વિવિધ ફળો, શાકભાજી, દાળ, બિન્સ, નટ્સ, મકાઈ, બાજરો, ઘંઉ, બ્રાઉન રાઈસ ઉપરાંત દૂધનો ઉપયોગ કરવો જોઈએ.

 

દરરોજ બે કપ ફળ, અઢી કપ શાકભાજી, 180 ગ્રામ અનાજ ખાવાની સલાહ આપવામાં આવી છે. સાંજે ઓછી ભૂખ હોય ત્યારે શાકભાજી અને ફળ ખાવા જોઈએ. શાકભાજીને પકાવવાની બદલે કાચા જ ખાવાનું વધુ યોગ્ય છે. વધુ પડતા નમક અને ખાંડનો ઉપયોગ ન કરવો. શરીરમાં પાણીની માત્રા યોગ્ય રીતે જળવાઈ રહે એ માટે દિવસના 8 થી 10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. આ ઉપરાંત ફળો અને શાકભાજીનો રસ પણ પી શકાય છે. કોલ્ડ્રિંક્સ અને કોફી બિલકુલ બંધ કરી દેવા જોઈએ.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS