તમારે વજન ઓછું કરવું છે, તો ફોલો કરો આ ડાયટ પ્લાન

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઇએ ખાસ કરીને એ સ્ત્રીઓ કે જે ઘર તથા ઓફિસ બંને એકસાથે સંભાળતી હોય. શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક રીતે પણ મજબૂત બનવું જરૂરી છે એવામાં હેલ્થી અને પોષણયુક્ત ડાયટ લેવો જોઈએ આજે તમને જણાવીએ કે મહિલાઓ માટે કયો ડાયટ પ્લાન શ્રેષ્ઠ કહી શકાય.


લો ફેટ દહીં

 

હાડકાંને મજબૂતી આપવા માટે કેલ્શિયમ જરૂરી છે અને કેલ્શિયમ લો ફેટ દહીંમાં ભરપૂર માત્રામાં મળી આવે છે. જેના દ્વારા તમારું વજન પણ બેલેન્સ રહે છે તેમજ સાથે સાથે પાચન સંબંધી સમસ્યાઓથી મુક્તિ મળે છે.

 

રાજમા

 

રાજમા સોયાબીન વગેરે દાળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે ખાસ કરીને મેનોપોઝ દરમિયાન રાજમાનું સેવન કરવાથી મહિલાઓને  શારીરિક સમસ્યાઓ સામે લડવામાં મદદ મળી રહે છે. આ ઉપરાંત આ બધી દાળ દ્વારા હૃદય સંબંધી બીમારીઓ તથા બ્રેસ્ટ કેન્સરથી બચી ને રહી શકાય છે.

 

ગાયનું ઘી

 

રિફાઈન્ડ કે પછી ભેંસ ના દૂધ થી બનેલું ઘી હોય તેના કરતા ગાયનું ઘી વધારે ફાયદાકારક હોય છે. જે શરીરમાં સલમાન ગડ ફેટ અને કોલેસ્ટ્રોલને વધારે છે તેમજ બેડ ફેટને ઓછું કરે છે. વધારે કઃમ કરતી મહિલાઓ માટે તે લાભકારક સિદ્ધ થાય છે.

 

પપૈયા

 

પોટેશિયમ અને વિટામિન સીથી ભરપૂર પપૈયું ખાવાથી શરીરમાં બ્લડપ્રેશરનું લેવલ નોર્મલ રહે છે. આ ઉપરાંત પતરી સંબંધિત સમસ્યાઓથી બચવા માટે પપૈયાનુ સેવન ખૂબ જ લાભદાયક સિદ્ધ થાય છે. ગર્ભવતી સ્ત્રીઓએ પપૈયાનું સેવન કરવું જોઈએ નહીં.


ટામેટા

 

ટમેટામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ લાઈકોપીન મહિલાઓને બ્રેસ્ટ કેન્સરથી બચાવીને રાખે છે. સાથે જ શરીરમાં ત્વચાને યંગ અને શાઇની બનાવનારા હોર્મોન્સ પણ બનાવે છે.

 

પાલક

 

મહિલાઓ માટે પાલકનું સેવન ખૂબ જ જરૂરી છે. સપ્તાહમાં એક વખત પાલક જરૂર ખાવી જોઈએ જેનાથી શરીરમાં ફોલિક એસિડની માત્રા પૂરી થાય છે તેમજ હૃદય રોગ, કોલોન કેન્સર અને માનસિક રોગથી બચાવીને રાખે છે. પાલકના સેવનથી તમારી ત્વચામાં ચમક આવે છે તેમજ વધતી ઉંમરમાં વધારે સુંદરતા ટકાવી રાખવા માટે મદદગાર નીવડે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS