નવા શરૂ થયેલા વર્ષમાં જો તમે સ્વસ્થ રહેવાનો સંકલ્પ કર્યો હોય તો એ ખૂબ જ ઉત્તમ કહી શકાય. કેમ કે, આપણું સ્વાસ્થ્ય એ જ આપણી સાચી અને મહામૂલી સંપત્તિ છે. ત્યારે આ નવા વર્ષમાં આપના વધી ગયેલા વજનને ઓછું કરવા અથવા તો વધતા વજન પર કાબૂ મેળવવા માટે તમારે મહેનત કરવી પડશે. હરહમંશ તમારા લક્ષને ધ્યાનમાં રાખી અને દૈનિક કાર્યોમાં કેટલીક બાબતોની ખાસ કાળજી તમારે રાખવી પડશે. ભૂખ્યા રહીને વજન ઘટાડવું કે વધુ પડતી શારીરિક પ્રવૃત્તિઓ કરી વજન ઘટાડવાના આગ્રહને એક તરફ રાખી પધ્ધતિસર રીતે અને યોજનાબધ્ધ રીતે કામગીરી કરવાથી ઇચ્છિત ફળ ચોક્કસપણે પ્રાપ્ત કરી શકાય છે. અહીં અમે આપને કેટલીક આવશ્યક બાબતોની જાણકારી આપીશું, જેને તમે તમારી દિનચર્યાનો હિસ્સો બનાવી ફિટ રહેવા પ્રયત્નશીલ રહી શકો છો. આ ટિપ્સ તમને વજન ઘટાડવામાં મદદરૂપ પણ થશે.
દિવસની શરૂઆત પાણીથી કરો
સવારે ઉઠ્યા બાદ એકથી બે ગ્લાસ નવશેકું પાણી પીવું જોઇએ. તેનાથી પેટ સારી રીતે સાફ થાય છે. હુંફાળા પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પીવાથી વધુ ફાયદો મળી રહે છે. તેનાથી વજન ઘટે છે. બીજી તરફ જો તમે પાણીમાં હળદર અને તજનો ટુકડો નાખીને તેને સારી રીતે ઉકાળો અને પછી તે હૂંફાળું પાણી પીવો તો તે શરીરને ડિટોક્સ કરે છે.
હળવી કસરત કરો
ડમ્બેલ્સ ઉપાડવું, દોડવું, દોરડું કૂદવું એ ભારે કસરતોમાંની એક છે. જેને તમે થોડા દિવસો સુધી અનુસરી શકો છો. પણ જો તમે સરળ કસરતો શોધી રહ્યા છો તો યોગ અને ચાલવું શ્રેષ્ઠ વિકલ્પો છે. શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ માત્ર 20 મિનિટનો સમય યોગ માટે ફાળવો. આ સિવાય ચાલવું એ ફિટ રહેવા માટે એક સરળ અને અસરકારક રીત છે. સવારે અને સાંજે ચોક્કસપણે ચાલવાનો આગ્રહ રાખવો જોઇએ.
ખોરાકમાં સલાડ આવશ્યક
માત્ર વજન ઓછું કરવા ઇચ્છતા લોકો માટે જ નહીં, પરંતુ જેઓ સ્વસ્થ અને સંતુલિત આહાર લે છે તેમના માટે પણ તેમના આહારમાં સલાડ હોવું જરૂરી છે. સલાડમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. જે આપણા શરીર માટે જરૂરી છે પરંતુ ભોજન કરતા પહેલા સલાડ લેવું ઉચિત માનવામાં આવે છે. જેને કારણે શાકભાજીથી પેટ વધુ ભરાય છે અને પછી ખોરાક મર્યાદિત માત્રામાં જ લઇ શકાય છે. આથી, વજન નિયંત્રણમાં રહે છે.
નોંધ
અહીં જણાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે. તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા. જો તમને કોઈ પ્રશ્નો હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લેવાનો આગ્રહ રાખો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપર કોમ્પ્યુટરે જણાવ્યું: પૃથ્વી પર એક અબજ સુધી જ જીવનની શક્યતા
May 14, 2025 11:02 AMસાઉદી અરેબિયા ટૂંક સમયમાં અબ્રાહમ કરારપર હસ્તાક્ષર કરશે: ટ્રમ્પ
May 14, 2025 11:00 AMફુગાવો નિયંત્રણમાં,વ્યાજના દર ઘટવાની આશા
May 14, 2025 10:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech