રોજીંદા દિવસની શરૂઆત આ રીતે કરવાથી થશે અઢળક લાભ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દરેક લોકોને તેના જીવનમાં બધું સારું જોઈતું હોય છે પરંતુ સારો મેળવવા માટે આદતો પણ સારી હોવી જરૂરી છે. ખાસ કરી લેજો જીવનમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ કરવા માંગતા હોય તો સકારાત્મકતા તરફ આગળ વધવા માટેના કેટલાક પગલા હોય છે જેના જીવનમાં ઉતારવા જરૂરી છે. ચાલો જાણીએ કે સવારે ઉઠી અને સૌપ્રથમ શું કરવું જોઈએ.


સૌપ્રથમ વહેલી સવારે જલ્દી ઉઠો સવારે વહેલા ઉઠવાથી તાજગીની અનુભૂતિ થાય છે.પછી તમે આખો દિવસ શરીરમાં તાજગી અનુભવો છો, તેનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ સારો પ્રભાવ પડે છે, તમારે સૂર્યોદય થતાંની સાથે જ પલંગ છોડી દેવો જોઈએ.

 
તમારે દરરોજ સવારે ઉઠીને  તાંબાનાં વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ, તમારે રાત્રે તે તાંબાનાં વાસણમાં ભરી લેવું જોઈએ, જેથી સવારે તમે પાણી પી શકો, જે પેટને લગતા દરેક રોગને મટાડશે,  તમારે આ કાર્ય ડોક્ટરની સલાહ સાથે કરવું જોઈએ.


 લાંબા સમય સુધી સ્વસ્થ અને જવાન રહેવા માટે તમારે દરરોજ યોગ અને ધ્યાન કરવું જોઈએ, જેથી તમે તમામ પ્રકારના રોગોથી બચી શકો, ધ્યાન ક્રોધને નિયંત્રણમાં રાખવા માટે કરવામાં આવે છે, યોગ શરીરને શક્તિશાળી બનાવે છે અને રોગો સામે લડવા માટે છે. તમને ઘણી મદદ મળશે.


 
 શાસ્ત્રોમાં વર્ણવ્યુ છે કે જે  લોકો સૂર્યને નિયમિતપણે જળ ચઢાવે છે, તે લોકો સમાજમાં માન-સન્માન મેળવે છે અને આરોગ્યની સાથે લાંબુ જીવન પણ મેળવે છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS