ચાતુર્માસમાં કરો આ 5 નિયમનું પાલન; ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરો

  • July 19, 2021 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાતુર્માસમાં કરો આ  5 નિયમનું પાલન; અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરો.

 


ચાતુર્માસ એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિંદુ પંચાંગ અનુસાર, અષાઢ માસની શુક્લ એકાદશી એટલે કે, દેવપોઢી એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક મહિના સુધી આ ચાલે છે. આવતીકાલથી ચાતુર્માસનો પુણ્યમાસ શરુ થાય છે. ભગવાન વિષ્ણુ અત્યારે શયન કરવા પાતાળમાં જતા રહે છે. જેથી માંગલિક કાર્યોમાં હાલ પુરતી રોક લાગી જાય છે. દેવઊઠી એકાદશી પર તેઓ વૈકુંઠ પરત ફરે છે. આ નિયમોનું અત્યારે પાલન કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે.

 


1) આ સમય દરમિયાન કાળા અને નીલા રંગના વસ્ત્રો ના પહેરવા જોઈએ. આનો દોષ લાગે છે, અને તે દોષનું નિવારણ સૂર્ય પૂજાથી થાય છે. 

 


2) ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. બીજાને ભલું- બુરું કહેવાથી બચવું જોઈએ. અને બીજા પ્રતિ સારી ભાવના રાખો. 

 


3) પલંગમાં ના સુવું જોઈએ. ભૂમિ પર બિસ્તર બીછાવીને સુવું જોઈએ. 

 

4) મરચું,અડદ, ચણા, માંસ, આવો તામસી ખોરાક ટાળવો જોઈએ.

 

5) જમતી વખતે વાર્તાલાપ ના કરવો જોઈએ. મૌન રહીને ભોજન ગ્રહણ કરવું જોઈએ. કીડા મંકોડા ના મારે એનું ધ્યાન રાખો, અને માત્ર તાજો ખોરાક જ જમો. 

 


6) નૈતિક મૂલ્યોનું પાલન કરો, અને બ્રમ્હચર્ય જાળવો. તાગ, તપસ્યા, જપ, ધ્યાન, સ્નાન, દાન અને પુણ્યના કાર્યો આ સમયમાં કરવા જોઈએ. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application