કોરોનાથી સ્વસ્થ થયા બાદ બદલવું ટુથબ્રશ.... ફંગસના સંક્રમણને રોકવા ફોલો કરો આવી 3 સરળ Tips

  • May 22, 2021 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડ 19ના સંક્રમણ બાદ રિકવર થયા બાદ હવે લોકોમાં મ્યૂકોરમાયક્રોસિસ ફંગસ ફેલાવા લાગી છે. આ બ્લેક ફંગસની બીમારી એવી છે જે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે.  કોરોનાની સારવાર દરમિયાન વધેલા સુગર લેવલ અને સ્ટીરોઈડની સારવાર બાદ દર્દીને ફંગસ થવાનું જોખમ વધી જાય છે. તેવામાં કેટલીક સરળ ઓરલ હાઈજીન ટીપ્સનું પાલન કરવાથી આ બીમારીનું જોખમ ઘટાડી શકાય છે.

 

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આ દુર્લભ અને ઘાતક બીમારી શરીરમાં પ્રવેશે અને ગંભીર બની જાય તે પહેલા પ્રાઈમરી બ્લેક ફંગસના લક્ષણો જોવા મળે છે. જેમાં ઓરલ ટિશ્યૂજ, જીભ અને પેઢાની સમાવેશ થાય છે. તેવામાં કોરોનાથી રિકવરી બાદ આ ત્રણ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ફંગસના જોખમને ટાળી શકાય છે. 

 

ઓરલ હાઈજીન


કોવિડ19થી સ્વસ્થ થયા બાદ સ્ટેરોયડ અને અન્ય દવાનું સેવન મોંમાં બેક્ટેરિયા અને ફંગસને વધારવા સક્ષમ હોય છે. તેનાથી સાયનસ, ફેફસા અને મગજ સુધી સમસ્યા થઈ શકે છે. તેવામાં દિવસમાં ત્રણથી ચાર વખત બ્રશ કરવું. મોંની સંભાળ સ્વચ્છતા રાખીને કરવાથી બેક્ટેરિયા નિયંત્રણમાં રહે છે. 

 

ઓરલ રાઈઝિંગ


કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ વ્યક્તિએ પોતાનું ટુથપેસ્ટ અને અન્ય વસ્તુઓ બદલી દેવી જોઈએ. જેથી જુના બ્રથ પરના વાયરસ શરીરમાં ફરીથી હુમલો ન કરે. સાથે જ મોંમાં કોઈપણ પ્રકારનું ઈન્કેશન થાય નહીં. આ દિવસ દિવસ દરમિયાન વારંવાર ગાર્ગલ કરવું.

 

ટુથબ્રશ અને ટંગ ક્લીનરને સાફ કરવા


નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોનાથી સ્વસ્થ થયા બાદ વ્યક્તિએ તેનું બ્રશ પરિવારના અન્ય સભ્યોના બ્રશ સાથે ન રાખવું. બ્રશ, ટંગ ક્લીનર જેવી વસ્તુઓને અન્યથી વસ્તુથી દૂર રાખવા અને તેને સાફ પણ વારંવાર કરવા. આ સિવાય ગાર્ગલ કરવા એંટીસેપ્ટિક માઉથવોશનો ઉપયોગ કરવો. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS