દરિયાકાંઠાના વિસ્તારોમાં ધુમ્મસ: ગાંધીનગર- વલસાડમાં 13 ડિગ્રી

  • December 04, 2020 10:23 AM 481 views

નલિયા 14.3 કેશોદ 14.5 અમરેલી 15 મહુવા 14.9 રાજકોટ 15.4 ડિગ્રી

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક જોરદાર રીતે વધી જતા દ્વારકા, નલિયા, ઓખા, કંડલા સહિતના વિસ્તારોમાં સવારે ધુમ્મસ જોવા મળી હતી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો એકાદો ડિગ્રી જેટલો નીચે ઉતાર્યો છે અને તેના કારણે ઠંડીની તીવ્રતા પણ વધી છે.


સમગ્ર રાજ્યમાં આજે સૌથી નીચું તાપમાન ગાંધીનગર અને વલસાડમાં 13 ડિગ્રી રહેવા પામ્યું છે. રાજકોટમાં 15.4 કેશોદમાં 14.5 ભાવનગરમાં 17.9 પોરબંદરમાં 17.2 વેરાવળમાં 19.8 દ્વારકામાં 20.8 ઓખામાં 22.6 ભુજમાં 17.2 નલિયામાં 14.3 સુરેન્દ્રનગરમાં 16.9 કંડલામાં 17 અમરેલીમાં 15 મહુવામાં 14.9 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.


દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારે ભેજનું પ્રમાણ જોરદાર રીતે વધી ગયું છે .દ્વારકામાં 91 ઓખામાં 88 નલિયામાં 84 કંડલામાં 80 ટકા ભેજ આજે સવારે નોંધાયો છે.

 

  • હિમાલયન રીજીયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ઠંડી વધશે તા. 7ના ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે

છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનનો પારો સતત નીચે ઊતરી રહ્યો છે અને તેના કારણે ઠંડીનુ જોર દિવસો દિવસ વધી રહ્યું છે. આજે હિમાલયનું રીજીયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેખાતાની સાથે જ કાશ્મીર ,લડાખ સહિતના વિસ્તારોમાં જોરદાર હિમવષર્િ શરૂ થઇ ગઇ છે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારમાં આગામી તારીખ 7 ના રોજ બીજું જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે અને તેની અસરના ભાગરૂપે ઠંડીના પ્રમાણમાં વધારો થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application