જામનગરના લાલપુર બાય પાસ પાસે નિર્માણ પામનાર નવા ફ્લાય ઓવર બ્રિજના સ્થળની ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા મુલાકાત લેવાઇ

  • June 08, 2023 02:07 PM 

જામનગરના લાલપુર બાય પાસ પાસે નિર્માણ પામનાર નવા ફ્લાય ઓવર બ્રિજ ના સ્થળ ની ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા મુલાકાત લેવાઇ

 જામનગર તા ૮, જામનગરના લાલપુર બાયપાસ પાસે વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે લાલપુર બાયપાસ ઉપર રૂપિયા ૬૫ કરોડના ખર્ચે નવા ફ્લાય ઓવર બ્રિજનું કામ શરૂ કરી દેવાયું છે, ત્યારે આજે જામનગરના -૭૯ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા સ્થળ પર મુલાકાત કરવામાં આવી હતી, અને પૂલ ના નિર્માણકાર્ય અંગેની જાત માહિતી મેળવી હતી. જામનગરના લાલપુર બાયપાસ રોડ પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે, અને અનેક વાહનચાલકોએ કલાકો સુધી અટવાયેલા રહેવું પડે છે. જેનું નિરાકરણ લાવવાના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા નવો ફલાય ઓવર બ્રિજ બનાવવા માટે ની રાજ્ય સરકારમાંથી મંજૂરી મેળવી લીધા પછી હાલમાં તેનું નિર્માણ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
 અંદાજે રૂપિયા ૬૫ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રિજ નિર્માણ પામશે, અને લગભગ બે વર્ષની સમય મર્યાદામાં આ નવા ઓવરબ્રિજનું કામકાજ પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારે જામનગરના -૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી આજે નવા ફ્લાય ઓવર બ્રિજ ના નિર્માણ કાર્યના સ્થળની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે  ચર્ચા વિચારણા કરી સમગ્ર કામનું જાત નિરીક્ષણ કર્યું હતું. જેમણે જામનગર ના અન્ય પદાધિકારીઓની સાથે મળીને આ ફલાય ઓવર બ્રિજ ના નિર્માણ માટે રાજ્ય સરકારમાં મંજૂરી માટે અનેક પ્રયત્ન કર્યા હતા. આ વેળાએ તેઓ સાથે દરેડ જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા સહિતના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application