બેંગલોર એરપોર્ટ ઓથોરિટી દ્વારા સમર શેડયુએલ માટે મંજૂરી ન મળતા રાજકોટ બેંગલોરની ફલાઇટને ૨૦ એપ્રિલ સુધી લાગેલી બ્રેક

  • March 13, 2021 05:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેંગલોર એરપોર્ટ ઓથોરિટી દ્વારા સમર શેડ્યૂલ માટે હજુ સુધી પરમિશન ન મળતા રાજકોટ થી બેંગ્લોરની ફલાઇટને વીસ દિવસ સુધી નો બ્રેક લાગ્યો છે. તાજેતરમાં સ્પાઇસ જેટ દ્વારા રાજકોટ થી બેંગ્લોર સહિત અલગ અલગ શહેર માટે નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.

હાલમાં રાજકોટ થી દિલ્હી ,મુંબઈ ,બેંગલોર અને હૈદરાબાદની ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. આ ફલાઇટ સેવા શરૂ થઇ ત્યારે કંપની દ્વારા ઓથોરિટી પાસેથી વિન્ટર શેડ્યુલ ની પરમિશન લેવામાં આવી હતી. ઓક્ટોબર મહિનાથી લઈ માર્ચ સુધી વિન્ટર શેડ્યુલ મુજબ ફલાઈટ ચાલી રહી છે. ૨૭ માર્ચથી સમર શેડયુલ શરૂ થાય છે, હાલના સમયમાં બેંગલોર એરપોર્ટ ઓથોરિટી દ્વારા હજુ આ અંગેની મંજૂરી આપવા માટેની પ્રક્રિયા ચાલી રહી હોવાથી હાલમાં ૨૦ દિવસ પૂરતી બેંગ્લોર માટેની ફ્લાઇટ રદ કરાઇ છે અને હવે ૨૦ એપ્રિલ પછી આ ફ્લાઇટ શરૂ થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ, હૈદરાબાદ અને દિલ્હી માટેના સમર શેડ્યુલને મંજૂરી મળી ચૂકી છે. રાજકોટ થી શરૂ થયેલી બેંગ્લોર માટેની ફ્લાઈટ માં સારો ટ્રાફિક મળે છે, હવે ૨૦ દિવસ સુધી આ ફ્લાઇટ ઉડાન નહીં જેના લીધે પેસેન્જરને અમદાવાદ અને મુંબઈ સુધી લંબાવવુ પડશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS