અમદાવાદમાં ભારત- પાકિસ્તાન વર્લ્ડ કપ મેચના દિવસે ફ્લાઈટના ભાડાં છ ગણા

  • July 18, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

15 ઓક્ટોબરની આસપાસના ફ્લાઈટ અને હોટેલોના બુકિંગમાં 10 ગણો વધારો



અમદાવાદમાં 15 ઓક્ટોબરે યોજાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચ માટે શહેરની હોટલો બાદ હવાઈ ભાડામાં પણ અનેક ગણો વધારો થયો છે. દિલ્હીથી અમદાવાદનું ઇકોનોમી ક્લાસનું ભાડું રૂ. 9,011 થી રૂ. 24,000ની વચ્ચે પહોંચી ગયું છે. મેક માય ટ્રીપ અને ઇક્સીગો અનુસાર, મુંબઈથી અમદાવાદની ઈકોનોમી ક્લાસની ફ્લાઈટ ટિકિટ રૂ. 10,517 અને રૂ. 24,189 વચ્ચે ઉપલબ્ધ છે. સામાન્ય દિવસોમાં તે રૂ.3,000 થી રૂ.4,000/-ની વચ્ચે હોય છે.



ઇઝી માય ટ્રીપના સીઈઓ નિશાંત પિટ્ટીએ જણાવ્યું હતું કે, વેબસાઈટ પર ફ્લાઈટ ટિકિટો શોધી રહેલા લોકોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. અમદાવાદમાં હોટલના રૂમના ભાડામાં પણ 15 ઓક્ટોબરની આસપાસ 10 ગણો વધારો થયો છે. લક્ઝરી હોટેલમાં એક રાત્રિનું ભાડું રૂ. 40,000 થી રૂ. 1 લાખ સુધી વસૂલવામાં આવી રહ્યું છે. ઘણી હોટેલોએ 15 ઓક્ટોબર માટે રૂમ બુક કરાવ્યા છે. લક્ઝરી હોટલોમાં સામાન્ય દિવસોમાં રૂમનું ભાડું 5,000 રૂપિયાથી 8,000 રૂપિયા સુધી હોય છે.


અમદાવાદની ITC નર્મદા, કોર્ટયાર્ડ બાય મેરિયોટ, હયાત અને તાજ સ્કાયલાઇન હોટલમાં 15 ઓક્ટોબર માટે તમામ રૂમ બુક કરવામાં આવ્યા છે. ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે મોટાભાગે એનઆરઆઈ અને ઉચ્ચ મધ્યમ વર્ગના ક્રિકેટ ચાહકોની માંગને કારણે હોટેલના દરમાં વધારો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application