ઘરને ખરાબ નજરથી બચાવશે પ્રવેશદ્વાર પર લગાવેલી આ વસ્તુઓ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો હંમેશા સુખ સમૃદ્ધિ જળવાયેલા રહે છે. ઘરના મુખ્ય પ્રવેશદ્વારનું વાસ્તુ અનુસાર ઘણું બધું મહત્વ હોય છે. સકારાત્મક ઉર્જા અને ખરાબ નજરથી બચાવવા માટે લોકો ઘરના મુખ્ય દરવાજા પર ઘણા પ્રકારની શુભ ચીજો લગાવે છે તો આવો જાણીએ કે એવી કઈ ચીજ છે જેને મુખ્ય દરવાજા પર લગાવવાથી સકારાત્મક પ્રભાવ પડે છે.


1.ઘરના પ્રવેશ દ્વાર પર લક્ષ્મી અને કુબેરની તસવીર લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર એવું કરવાથી ધનલાભ થાય છે.

 

2.ઘરની નકારાત્મક ઊર્જા અને ખરાબ નજરથી બચાવવા માટે મુખ્ય દરવાજા પર શુભ અને લાભ લખો.

 

3.સકારાત્મક ઉર્જાના પ્રવેશ માટે પીપળા અશોક વગેરેના પાંદડાઓની માળા નું તોરણ બનાવી અને ઘરના મુખ્ય દરવાજા માં બાંધવું શુભ હોય છે.

 

4.હિન્દુ ધર્મમાં સ્વસ્તિકને શુભ માનવામાં આવે છે પ્રવેશદ્વાર પર સ્વસ્તિકનું નિશાન બનાવવાથી ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

 

5.સિંદૂર દ્વારા ઘરના મુખ્ય દ્વાર પર લક્ષ્મીજીના પગલા પાડવા થી પણ ધન-ધાન્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે.

 

ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબતો


*ઘરનો દરવાજો ખૂલતા વખતે તેમા અવાજ ન આવવો જોઈએ એ નકારાત્મકતાનું સૂચન કરે છે.

 

*પ્રવેશ દ્વાર પર હંમેશા પ્રકાશ પથરાયેલો રહેવો જોઈએ.

 

*ઘરમાં સકારાત્મક ઉર્જા માટે પ્રવેશદ્વાર પર સુંદર અને સાફ રીતે નામની પટ્ટી લગાવી જોઈએ.

 

*ઘરના મુખ્ય દરવાજો અને અન્ય દરવાજાથી મોટો હોવો જોઈએ. આ સિવાય મુખ્ય દરવાજો બંને તરફથી ખુલતો હોવો જોઈએ.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS