ભારતનાં પાંચ રાજ્યો વિશ્વના 10 દેશમાં નવા વેરિયન્ટનો હાહાકાર

  • April 20, 2021 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયા આખી ભારત થી અળગી થઇ રહી છે, સૌપ્રથમ મહારાષ્ટ્રમાં ડબલ સ્વરૂપ વાળો કેસ મળ્યોદેશમાં કોરોનાવાયરસ ની રફતાર અત્યંત ભયાનક બની ગયું છે અને તેના માટે ડબલ સ્વરૂપ્ના વાઈરસને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે અને દુનિયાભરમાં આ વાઇરસને લઈને  છે. દેશનાં પાંચ રાજ્યોમાં તેમજ વિશ્વના 10 દેશોમાં આ પ્રકારનો વાયરસ આવી ચૂક્યો છે.

 


નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે આ વાઇરસથી ફેલાવો ભયંકર રીતે વધે છે અને મૃત્યુ દરમાં પણ વધારો થાય છે અને એટલા માટે દુનિયા આખી જાણે ભારત થી અળગી થઇ રહી છે અને અલગ અલગ દેશો દ્વારા ભારત નહીં જવાની પોતાના નાગરિકોને સલાહ આપવામાં આવી રહી છે અને ભારતીયો પર બ્રિટન સહિતના દેશોમાં એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 


વૈજ્ઞાનિક રીતે આ વેરિઅંટને બી 1617 તરીકે ઓળખવામાં આવે છે જમા બે પ્રકાર ના સ્વરુપ હોય છે અને તેના જીનોમ મા બે વાર ફેરફાર થાય છે એટલે કે બે વખત તે પોતાના સ્વરૂપ બદલે છે. વાઇરસ લાંબા સમય સુધી પોતાના પ્રભાવને જાળવી રાખવા માટે પોતાની જેનેટિક સંરચના માં ફેરફાર લાવે છે.

 


સૌપ્રથમ દેશમાં મહારાષ્ટ્રમાં આ પ્રકારનો વાયરસ મળી આવ્યો હતો અને ત્યારબાદ તે દેશના પાંચ રાજ્યો સુધી ફેલાઈ ગયો છે. મહારાષ્ટ્ર બાદ દિલ્હી પશ્ચિમ બંગાળ ગુજરાત કણર્ટિક અને મધ્યપ્રદેશમાં પણ તે મળી આવ્યો છે અને આ તમામ રાજ્યોમાં કેસની સ્થિતિ ભયંકર રીતે વધી રહી છે.

 


વાઈરસના બંને સ્વરૂપ ભેગા થઈ જવાથી તે વધુ ખતરનાક બની જાય છે અને કેસમાં ભયંકર વધારો થવા લાગે છે અને સંક્રમણ અપેક્ષા કરતા અનેક ગણી ઝડપથી સાથે ફેલાઈ જાય છે અને ઉપરોક્ત રાજ્યોમાં અત્યારે આવી જ પરિસ્થિતિ દેખાઈ રહી છે માટે ડબલ સ્વરૂપવાળા વાયરસને લીધે પડકારો વધુ ગંભીર બની ગયા હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS