નાનામવા રોડ પર ભીમરાવ સ્કૂલમાં ઇવીએમમાં તોડફોડ કરનાર પાંચ ઝડપાયા

  • March 12, 2021 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીડિયોગ્રાફીના આધારે તાલુકા પોલીસને પાંચેયની ઓળખ મળી જતાં ઝડપી લીધા

 


21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શહેરના વામ્બે આવસ યોજના વોર્ડનં-11માં નાનામવા રોડ પર ભીમરાવ પ્રાથમિક શાળા-95માં ઇવીએમ માં તોડફોડની ઘટના સામે આવી હતી. સ્કોર્પિયો કારમાં ધસી આવેલા પાંચ શખ્સોએ મતદાન બૂથમાં ધસી આવી ઇવીએમ લમાં તોડફોડ કરી હતી. આ પ્રકરણમાં તાલુકા પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે રાજકોટમાં વોર્ડ નં.11માં આવેલા વામ્બે આવાસની ડો.ભીમરાવ આંબેડકર પ્રાથમિક શાળાના બે બુથમાં મતદાન ના દિવસે જ સાંજે 4 વાગ્યા આસપાસ સ્કોર્પિયો કારમાં ધસી આવેલા કેટલાક પાંચ શખ્સોએ મતદાન બૂથમાં ધસી બાદ ઇવીએમમાં તોડફોડ કરી હતી.જે બનાવમાં તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

 

ઘટના અંગે વીડિયોગ્રાફીના આધારે પોલીસે તપાસ કરી. તાલુકા પોલીસ મથક ના પીઆઇ જે.વી.ધોળા, પીએસઆઈ એન.ડી. ડામોર અને તેમની ટીમેં કાલાવડ રોડ એ. જી. ચોક સામે ગીતામંદીરની પાછળ રવીપાર્ક શેરી નં -4માં રહેતા જયેશ આલા ચાંડપા,કલાવડ રોડ એ.જી. ચોક સામે ગીતામંદીરની પાછળ રવીપાર્ક શેરી નં. 4, લવગાર્ડનની સામે ભાડાના મકાનમાં રહેતા ધર્મેશ સુરેશ રતનેશ્વર, મોટામવા ગામ પાછળ સફલ રેસીડન્સી ફલેટ નં.104 કૈલાશભાઇ સોસાના ફલેટમાં રહેતા રવી સોમા વાઢેર , સાધુવાસવાણી રોડ, નટરાજનગર આવાસના ક્વાર્ટર બ્લોક નંબર - એ રૂમ નંબર- 104 ભાડાના ક્વાર્ટરમાં રહેતા રામ ભાણાજી વારસકીયા અને મોટામવા ગામ પાછળ પરસાણા પેલેસની બાજુમાં સફ઼લ ગૌલ્ડ-2 ફલેટ નં. 38 ભાડાનાં ફલેટમાં રહેતા ગૌતમ વાલજી બાબરીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 


ઝડપાયેલા પાંચેય શખ્સોને પ્રાથમિક પૂછપરછ કરતા પોલીસ સમક્ષ એવી કેફિયત આપી હતી કે ભીમ રાવ સ્કૂલમાં બોગસ વોટીંગ થતું હોય જેની તપાસ માટે તેઓ ગયા હતા.
 તે વખતે તેમને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. ઇવીએમની તોડફોડ બાબતે પોલીસ સમક્ષ એવી માહિતી આપી હતી કે ઇવીએમ નો વાયર પગમાં આવી જતા ઇવીએમ પડી જવાથી તે તૂટી ગયું હતું. ઝડપાયેલા શખ્સો ની કેફિયત માં કેટલી સત્ય હકીકત છે તે જાણવા તાલુકા પોલીસે રિમાન્ડ ઉપર પાંચ ની પૂછપરછ શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS