નવાગામમાં પિતા-પુત્ર ઉપર પાંચ શખ્સનો છરી, ધોકા, પાઇપ વડે હુમલો

  • March 23, 2021 06:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના નવાગામ આણંદપરમાં તળાવ નજીક રહેતાં અને ચુનારાવાડમાં ગેરેજ ધરાવતાં પ્રજાપતિ યુવાનને નવાગામ છપ્પ્નીયામાં રહેતી મુસ્લિમ પરિણિતા સાથે સંબંધ હોવાની શંકાએ  પતિ ઇમરાનને સહિતનાએ રાત્રે  યુવકના ઘરમાં હથીયારો સાથે ઘુસી જઇ ધમાલ કરી હતી  પરંતુ યુવક ઘરે ન મળતા તેના ભાઇ અને પિતા પર છરી, ધોકા, પાઇપ જેવા હથિયારો સાથે તૂટી પડતા પિતા પુત્રને ગંભીર ઇજા થવાથી સારવાર માટે સિવિલમાં ખસેડાવમાં આવ્યા હતા.

 

 

બનાવની પ્રાપ્ત વિગત મુજબ નવાગામ આણંદપરમાં તળાવ નજીક રહેતાં અને ઇંટોનો ભઠ્ઠો ચલાવતાં નિલેષ ચતુરભાઇ સિતાપરા (પ્રજાપતિ) (ઉ.વ.32) અને તેના પિતા ચતુરભાઇ લાલજીભાઇ સિતાપરા (ઉ.વ.52) ઉપર  ઇમરાન સહિતના પાંચ શખસોએ ઘરમાં ઘુસી હુમલો કરતા સિવિલમાં દાખલ કરાયા છે . બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા પોલીસે સ્ટાફે હોસ્પિટલ પહોંચી  નિલેષ ચતુરભાઇ સિતાપરા ની ફરિયાદ પરથી નવાગામ છપ્પ્નીયા કવાર્ટરમાં રહેતાં ઇમરાન મોગલ, સિકંદર મોગલ, બાબો, રઝાક અને બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી 326, 324, 323, 504, 506 (2), 452, 114, 135 મુજબ ગુનો નોંધ્યો છે. નિલેષ સિતાપરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે પિતા સાથે ઇંટોનો ભઠ્ઠો ચલાવે છે અને તેનો ભાઇ અનિલ (ઉ.વ.25) ચુનારાવાડમાં ગેરેજ ધરાવે છે. પોતાના ભાઇ અનિલને ઇમરાનની પત્નિ સાથે સંબંધ છે તેવી ઇમરાનને શંકા કુશંકા હોઇ તેના કારણે ખાર રાખી રાતે સાડા દસેક વાગ્યે ઇમરાન, સિકંદર, બાબો, રઝાક અને બે અજાણ્યા શખ્સો ઘરે આવ્યા હતાં. ડેલી ખખડાવતાં પોતે ડેલી ખોલતાં જ અનિલ કયાં છે? કહી દેકારો કર્યો હતો.

 

 

અનિલ ઘરે ન હોઇ પોતાના પર આ શખ્સોએ લોખંડના પાઇપ, છરીથી હુમલો કરતાં પોતાને પગમાં ઇજા થઇ હતી. દેકારો થતાં પિતા ચતુરભાઇ બચાવવા માટે દોડી આવતાં તેને પણ ડાબા પગ, જમણા હાથમાં છરીના ઘા ઝીંકી દેવાયા હતાં. આ ઉપરાંત બીજા શખ્સોએ લાકડી-પાઇપથી માર માયો ર્હતો. તેમજ ઢીકાપાટુ પણ માયર્િ હતાં. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ બધા અનિલને મારી જ નાંખવો છે તેમ કહી ધમકી આપી ભાગી ગયા હતાં. ઘરમાં ઘુસી આ શખ્સોએ ધમાલ મચાવી હતી. કુવાડવા પીએસઆઇ જે. કે. પાંડાવદરા અને હિતેષભાઇ ગઢવીએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS