આંબેડકર ઓપન યુનિ.માં આ વર્ષથી સાઈબર સિક્યોરિટી સહિતના પાંચ નવા કોર્સને મંજૂરી

  • September 15, 2021 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડિસ્ટન્સ લર્નિંગ માટે જાણીતી ડૉ.બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં આ વર્ષે 5 નવા કોર્સને મંજૂરી આપવામાં આવી છે. જેમાં સાઈબર સિક્યોરિટી સહિતના કોર્સનો સમાવેશ થાય છે.‌ આ તમામ કોર્સની ફી પણ અત્યંત નજીવી રાખવામાં આવી છે. એટલું જ નહીં જે વિદ્યાર્થીએ કોરોનામાં તેમના વાલીને ગુમાવ્યા હોય તેમના પસંદગીના કોર્સની ફી સદંતર માફ કરવામાં આવશે.

 

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અધિકારીક સૂત્રો અનુસાર, આ વર્ષથી 5 નવા કોર્સ શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં માસ્ટર ઓફ સાયન્સ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, માસ્ટર ઓફ સાયન્સ સાયબર સિક્યોરિટી, માસ્ટર ઓફ કોમર્સ, માસ્ટર ઈન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, બેચલર ઓફ સાયન્સ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ તમામ કોર્સની ફી પણ નજીવી રાખવામાં આવી છે.

 

માસ્ટર ઓફ સાયન્સ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી કોર્સ, સાયબર સિક્યોરિટી, બેચલર ઓફ સાયન્સ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી કોર્સના એક સેમેસ્ટરની ફી 7500 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે માસ્ટર ઈન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન કોર્સના એક સેમેસ્ટરની ફી 10,000 રાખવામાં આવી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીએ કોરોનામાં પોતાના વાલી (કમાનાર) ગુમાવ્યા હોય તેમની સમગ્ર કોર્સની ફી માફ કરવામાં આવશે.

 

સૂત્રો અનુસાર, આ વર્ષે શરૂ થયેલ સાયબર સિક્યોરિટીના કોર્સમાં મહત્તમ એડમિશન નોંધાશે. જેમાં વિદ્યાર્થીઓને એથિકલ હેકીંગથી લઈને નેટવર્ક સિક્યોરિટી, ક્રિપ્ટોગ્રાફી જેવી અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હાલ આ સાયબર સિક્યોરિટીમાં રોજગારીની અનેક તકો પણ રહેલી છે. હાલ તબક્કે તમામ કોર્સની એડમિશન પ્રક્રિયાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS