પોરબંદરમાં જાહેરનામા ભંગના ગુન્હા બદલ વધુ પાંચ વેપારીઓની ધરપકડ

  • September 15, 2020 03:00 PM 182 views

પોરબંદર શહેર અને જીલ્લામાં જાહેરનામાના ભંગના ગુન્હા બદલ પાંચ વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે.પોરબંદરના લીમડાચોકમાં ટયુશન કલાસ પાસે રહેતા વિશાલ મણીલાલ કૃષ્ણવડાએ એસવીપી રોડ ઉપર તેની જયમાં ભવાની નામની ફરસાણની દુકાને ગ્રાહકોના ટોળા એકઠા કરી સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવી જાહેરનામાનો ભગં કરતા ધરપકડ થઇ છે. છાંયા પંચાયતચોકી ખડા વિસ્તારમાં રહેતા ભાવેશ આલા ઓડેદરાએ શિતલાચોકમાં આવેલી બાલાજી એજન્સી નામની દુકાન ખાતે ગ્રાહકો માટે એક મીટરનું સોશ્યલ ડીસ્ન્ટ નહીં જાળવી જાહેરનામા ભગં કર્યેા હોવાનું જણાવી ધરપકડ કરી હતી. રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ હરીશ સ્વીટ માર્ટ નામની દુકાન ધરાવતા અને પોલીટેકનીક પાસે કુબેર વિલેજમાં રહેતા જમનાદાસ ગાંડાલાલ થાનકીએ પણ તેની દુકાને સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવી કોરોનાનું સંક્રમણ હોવાનું જાણવા છતાં બેદરકારીભર્યુ કૃત્ય કરતા પોલીસે કાર્યવાહી કરી છે.ખાપટ શ્રીભગવાનના મંદિર પાસે રહેતા મનસુખ નાથાલાલ સોલંકીએ ખાપટ નાગદેવતાના મંદિર સામે રોડ ઉપર ફ્રત્પટની લારીએ માણસો ભેગા કરીને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન નહીં કરી જાહેરનામાનો ભગં કરતા ધરપકડ થઇ છે તે જ રીતે રાણાવાવ નવાબસસ્ટેન્ડ પાછળ રહેતા મુકેશ માધવદાસ મોનાણીએ શિવમોબાઇલ નામની રાણાવાવમાં આવેલી દુકાન ઉપર માસ્ક પહેર્યા વગર માણસોને એકઠા કરી સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવી જાહેરનામાનો ભગં કરતા ગુન્હો નોંધવામાં આવ્યો છે.

 

  • પ્રોહીબીશનના દરોડા

દેગામ ગામે રહેતા વિજય અરજન સુંડાવદરા, ભાવપરાની સીમમાં રહેતા ગીગા આતીયા ગોઢાણીયા અને દેગામની પ્રાથમિક શાળા પાસે રહેતા ભોજા ભીખા ઓડેદરા આ ત્રણેય શખ્સો હાજર મળી આવ્યા ન હતા પરંતુ પોલીસે ત્રણેના મકાન અને ઝુપડામાંથી કુલ રૂપિયા ૧પ૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application