કોરોનાથી મોતનું પ્રમાણ વધતા વધુ પાંચ શબવાહિની સેવામાં મુકાઈ

  • April 25, 2021 03:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને રજાના દિવસે પણ મહાપાલિકા કચેરીમાં કાર્યરત રહીને સુવિધા શરૂ કરાવી

 

 


રાજકોટ શહેરમાં કોરોનાથી મોતનું પ્રમાણ વધતા નાગરિકોની સેવામાં વધુ પાંચ શબવાહિની મુકવામાં આવી છે. હાલ સુધી કુલ ૧૩ શબવાહિની કાર્યરત હતી જેમાં પાંચનો ઉમેરો કરતાં હવે ૧૮ શબવાહિની કાર્યરત થઈ છે. વિશેષમાં મેયર ડો.પ્રદીપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની લહેર ઘાતક બનતા મૃત્યુદરમાં વધારો થયો છે. અવસાન પામનાર પરિવારોની વેદનાને ધ્યાનમાં લઈને મૃતકની અંતિમવિધિ ઝડપથી થાય તે માટે કોવિડ સ્મશાનો સુનિિત કર્યા બાદ તેના ખાટલાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

 

 

તેમજ હોસ્પિટલ કે હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહેલા દર્દીનું મૃત્યુ થાય તો તેની અંતિમવિધિ સમયસર થઈ શકે તે માટે આજરોજ ન્યુ સ્વતત્રં ભારત મજદૂર યુનિયન સાથે ૨૪ કલાકના ૬ હજાર લેખે હેલ્પર, ડ્રાઈવરને સાથે રાખીને ૨૪ કલાકના રૂા.૬ હજારનો દર ચૂકવીને પાંચ શબવાહિનીઓ શરૂ કરવામાં આવી છે. કુલ ૧૮ શબવાહિનીઓમાંથી ૧૩ શબવાહિનીઓ કોરોના માટે રિઝર્વ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય ૭ એમ્બ્યુલન્સ પણ કાર્યરત છે. તેમણે ઉમેર્યું હતું કે, ન્યુ સ્વતત્રં ભારત મજદૂર યુનિયનના પ્રમુખ રાજનાથસિંહ રાજપૂત તથા મંત્રી લમણભાઈ ભરવાડે મહાપાલિકા તંત્રને ખાતરી આપતા જણાવ્યું હતું કે, કોર્પેારેશનને યારે પણ મેઈન પાવરની જરૂરિયાત પડશે ત્યારે તે લોકો પુરો પાડશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS