BREAKING NEWS

જામનગર: મેઘપરમાં જમીનના સોદા પેટે પાંચ લાખની છેતરપીંડી

  • May 14, 2026 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મેઘપરમાં જમીનના સોદા પેટે પાંચ લાખની છેતરપીંડી

રકમ ટ્રાન્સફર કરાવી પરત નહી આપતા મામલો પોલીસમાં પહોચ્યો : એક શખ્સ સામે ફરીયાદ

મુળ યુપીના હાલ ઢીચડા રોડ ટાઉનશીપમાં રહેતા ખાનગી કંપનીનાવાળા સાથે જમીનનો સોદો કરાવી આપવા માટે વિશ્ર્વાસમાં લઇને રૂ. ૫ લાખ લઇને પરત રકમ નહી આપીને વિશ્ર્વાસઘાત કર્યાનું સામે આવતા મેઘપર ગામના એક શખ્સ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરના ઢીચડા રોડ રવિ પાર્ક ટાઉનશીપ ખાતે રહેતા પ્રાઇવેટ કંપનીના ધંધાર્થી અને મુળ યુપીના પ્રયાગરાજના વતની કૃષ્ણકાંત આશીકાપ્રસાદ યાદવ (ઉ.વ.૩૮) નામના યુવાને ગઇકાલે મેઘપર પડાણા પોલીસમાં લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા દિનેશસિંહ શિવુભા કંચવાની વિરુઘ્ધ બીએનએસ ૨૦૨૩ની કલમ ૩૧૬(૨) મુજબ ફરીયાદ નોંધાવી છે.

આરોપી દિનેશસિંહે ફરીયાદીને જમીનનો સોદો કરાવી આપવાનું કહી વિશ્ર્વાસમાં લીધા હતા અને ફરીયાદી પાસેથી રૂ. ૫ લાખ જમીનના માલિકના પુત્રવધુના બેંક ખાતામાં સોદા પેટે ટ્રાન્સફર કરાવી તે રકમ જમીન માલિક સાથે થયેલ સોદામાં ગણાવી લઇને આ જમીનનો સોદો અન્ય વ્યકિત સાથે કરી નાખ્યો હતો.

તેઓના નામે જમીનનો રજીસ્ટર દસ્તાવેજ કરાવી આપી ફરીયાદીને તેમની રકમ પરત નહી આપી ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત કર્યો હતો ગત તા. ૧૮-૧૦-૨૫ના અને ત્યારબાદના સમયગાળામાં બનાવ બન્યાનું ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application