રાજય પરીક્ષા બોર્ડ દ્રારા લેવામાં આવેલી કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૫.૦૭ લાખ વિધાર્થીઓમાંથી માંડ ૭૦ હજાર વિધાર્થીઓ જ ૫૦ કરતા વધુ ગુણ લાવવામાં સફળ રહ્યા છે. હાલ કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં ૫૦ કરતા વધુ ગુણ લાવનારા વિધાર્થીઓનો સમાવેશ કરાયો છે. રાયની ૨૮ શાળાઓના ૨૯ વિધાર્થીઓ જ ૯૦ ટકા કરતા વધુ ગુણ લાવવામાં સફળ રહ્યા છે. ૩.૩૦ લાખ વિધાર્થીઓ તો ૪૦ ગુણ પણ લાવવાના ફાંફાં પડી ગયા હતા.
ગુજરાત રાય પરીક્ષા બોર્ડ દ્રારા જ્ઞાનશકિત રેસીડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશકિત ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ અને રક્ષાશકિતલ્સમાં ધો.૬માં પ્રવેશતેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે સ્કોલરશીપ યોજના તેમજ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એયુકેશન સોસાયટી હસ્તકની શાળાઓમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મેરિટમાં સમાવેશ થયેલા આદિજાતિ વિધાર્થીઓને ધો.૫માં પ્રવેશ આપવા માટે ૨૨ માર્ચના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ૨૫ માર્ચના રોજ જાહેર કરાઈ હતી.
આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાય પરીક્ષા બોર્ડદ્રારા ગઈ કાલે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ ૫૦૭૦૩૮ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાંથી પરિણામ જાહેર કરાયું તેમાં ૧૦૮૦૫ શાળાઓના ૩૦૪૦૦ વિધાર્થીઓ ૫૦ ટકા એટલે કે ૬૦ ગુણ કરતા વધુ ગુણ મેળવવામાં સફળ રહ્યા છે.
યારે ૧૯૮૬૩ શાળાઓના ૮૪૦૦૬ વિધાર્થીઓ ૪૦ ટકા કરતા વધુ ગુણ મેળવેલ છે. કુલ ૨૮ શાળાઓના ૨૯ વિધાર્થીઓ ૯૦ ટકા કરતા વધુ ગુણ લાવવામાં સફળ રહ્યા છે. ૫૫૯ શાળાઓના ૬૯૬ વિધાર્થીઓ ૮૦ ટકા, ૨૨૭૬ શાળાઓના ૩૫૪૪ વિધાર્થીઓ ૭૦ ટકા અને ૫૪૮૬ શાળાઓના ૧૧૧૮૧ વિધાર્થીઓ ૬૦ ટકા કરતા વધુ ગુણ આવ્યા છે. હાલ કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં અન્ય– જનરલ વિધાર્થીઓ માટે ૫૦ કરતા વધુ ગુણ મેળવનાર, એસસી કેટેગરીના વિધાર્થીઓ માટે ૪૫ કરતા વધુ ગુણ મેળવનાર તેમજ એસટી કેટેગરીના વિધાર્થીઓ માટે ૪૦ કરતા વધુ ગુણ મેળવનાર વિધાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ખાનગી શાળાના વિધાર્થીઓની મેરિટયાદી અલગથી બનાવવામાં આવશે. ટૂંક સમયમાં વિધાર્થીઓના રજિસ્ટ્રેશનની કાર્યવાહી શ કરવામાં આવશે. આ પરિણામની યાદીના વિધાર્થીઓને જે તે યોજના અંતર્ગત સરકારના ઠરાવો અને પ્રવર્તમાન નિયમો અનુસાર સંબંધિત કચેરી દ્રારા આપવાના થતા લાભ અંગેની આગળની આનુષાંગિક કાર્યવાહી કરવામાં આવશે અને ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ક્રિકેટ મેચ નહીં, થ્રિલર મૂવી, દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું
April 17, 2025 12:32 AMનેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા
April 16, 2025 10:32 PMરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMઅમેરિકાએ ચીન પર 100% ટેરિફ વધાર્યો, કુલ ટેરિફ થયો 245%, ચીને કહ્યું ટેરિફ વોરથી નથી ડરતા
April 16, 2025 07:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech