જિલ્લા પંચાયતમાં રિનોવેશન પાછળ ૧ વર્ષ પહેલા કરાયેલો પાંચ કરોડનો ખર્ચ પાણીમાં જશે

  • May 25, 2021 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયતમાં જુના બિલ્ડિંગમાં રૂપિયા પાંચ કરોડના ખર્ચે ગ્રાઉન્ડ પર રીનોવેશન ની કામગીરી હાથ ધરીને કોર્પેારેટ કચેરીનો લુક મળે તેવી ઓફિસ બનાવવામાં આવી છે આ વાતને હજુ માંડ એક વર્ષ પૂંરૂ થયું છે ત્યાં પાછળના ગ્રાઉન્ડમાં નવું બિલ્ડીંગ બનાવી હાલનું બિલ્ડીંગ તોડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન થઇ ગયા છે આગામી તારીખ ૨૭ ના રોજ મળનારી સામાન્ય સભામાં આ અંગેની અધ્યક્ષસ્થાનેથી દરખાસ્ત આવનારી છે અને તે મંજૂર થયા બાદ આ પ્રોજેકટ સાકાર કરવા માટે દોડધામ શ થઈ જશે.

 

 

રાજકોટ જિલ્લા પંચાયતનું બિલ્ડીંગ પાંચ દાયકા જૂનું છે અને તેથી નવા અધતન સુવિધા સહિતના બિલ્ડીંગ ની જરૂરિયાત છે તેમ કહીને આ દરખાસ્ત મૂકવામાં આવી છે પરંતુ વર્તમાન બિલ્ડીંગ હજુ કડેધડે છે અને ગમે તેવા વરસાદ કે તોફાનમાં પણ ઝીંક ઝીલી શકે તેવું છે ત્યારે ૩૦ કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવવા ની વાત અનેક લોકોના ગળે ઉતરતી નથી.

 


ભૂકપં આવ્યો ત્યારે ૨૦૦૧માં તમામ દિવાલ ના પ્લાસ્ટર ઉખેડીને તેમાં લોખડં ની જાળી ફીટ કરી રેટ્રોફેકટીવ સિસ્ટમ આમ હાથ ધરીને આ બિલ્ડીંગને વધુ મજબૂતાઈ આપવામાં આવી છે અને તે પાછળ અંદાજે એકાદ કરોડ જેવો ખર્ચ જે તે વખતે કરવામાં આવ્યો હતો. થોડા સમય અગાઉ ગ્રાઉન્ડ લોરની અધિકારીઓ અને પદાધિકારીઓની ઓફિસ નવી બનાવવામાં આવી છે બારી બારણા દરવાજા લાદી સહિત જૂના તમામ માલસામાન કાઢી નાખીને નવી આધુનિક ઢબની કાચના બારણાવાળી ઓફિસો બનાવવામાં આવી છે પાંચેક કરોડ પિયાના ખર્ચે આ કામ કરવામાં આવ્યું છે અને હજુ આ ચેમ્બરો નો પૂરો ઉપયોગ પણ થયો નથી ત્યાં નવું બિલ્ડીંગ બંધાવીને હયાત બિલ્ડીંગ તોડી પાડવાની હિલચાલ શ થઈ ગઈ છે.

 


જિલ્લા પંચાયતમાં મુખ્ય બિલ્ડિંગના પાછળના ભાગે આવેલ આરોગ્ય વિભાગનું બિલ્ડીંગ જૂનું થઈ ગયું હોવાથી એ અને તેની બાજુમાં આવેલા ગોડાઉનો તોડી પાડવાની દરખાસ્ત ભૂતકાળમાં કારોબારી સમિતિમાં મંજૂર થઈ ગઈ છે સામાન્ય સભાએ પણ તેને બહાલી આપી છે ત્યારે તે કામ કરવાના બદલે નવું બિલ્ડીંગ બાંધવા માટે ની ઝડપ વધી ગઈ છે. જિલ્લા પંચાયતનો હાલ સભાગૃહ ખૂબ નાનો પડે છે એવી દલીલ કરવામાં આવે છે પરંતુ આ સભાગૃહ નું પણ માત્ર એકાદ વર્ષ પહેલા જ લાખો પિયાના ખર્ચે રીનોવેશન કરી નવું ફર્નિચર લગાવવામાં આવ્યું છે. યારે લાખો પિયાના ખર્ચે રીનોવેશન ની કામગીરી કરવામાં આવી ત્યારે આ હોલ ભવિષ્યમાં ટૂંકો પડશે એવો ખ્યાલ કોઈને કેમ નહીં આવ્યો હોય અને જો તાત્કાલિક નવો હોલ બનાવવામાં નહીં આવે તો શું કામગીરી અટકી પડશે તેવા સવાલો પૂછાઈ રહ્યા છે.

 

 

આરોગ્ય વિભાગનું બીલ્ડીંગ તોડી પાડી ત્યાં માત્ર નવો હોલ બનાવવામાં આવે તો આખું બિલ્ડિંગ નવેસરથી બાંધવાની કોઈ જર નથી અને સભાગૃહવાળી જગ્યા નું લેવલીંગ કરી ત્યાં તેનો ઓફિસ કે અન્ય કામ માટે ઉપયોગ થઈ શકે એવા વિચારો પણ વ્યકત કરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS