BREAKING NEWS

જામનગરમાં ઘોડીપાસા ખેલતા પાંચ પકડાયા

  • July 03, 2026 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ઘોડીપાસા ખેલતા પાંચ પકડાયા

દ્વારકાપુરી ખાતે દરોડો : ૧૦ હજારની રોકડ કબ્જે કરાઇ

જામનગરના કિશાનચોક પાસે આવેલા દ્વારકાપુરી અંદર જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમતા પાંચ શખ્સોને ૧૦૮૦૦ની રોકડ સાથે સીટી-એ પોલીસે પકડી લીધા હતા.

કિશાનચોક રોડ, દ્વારકાપુરી વિસ્તારમાં કેટલાક શખ્સો ઘોડીપાસા વડે જુગાર રમે છે એવી હકીકતના આધારે સીટી-એ ડીવીઝન પોલીસે દરોડો પાડીને ઘોડીપાસાનો જુગા રમતા દ્વારકાપુરી ખાતે રહેતા રસોઇકામ કરતા કલ્પેશ બાલમુકુંદ પંડયા, શંકરટેકરી સુભાષપરા શેરી નં. ૨માં રહેતા રસોયા રવજી નારણ વાઘોણા, દ્વારકાપુરીના વેપાર કરતા સચિન અમૃતલાલ લખીયર, રાજેશ કરમશી આકેડા અને દ્વારકાપુરી ખાતે રહેતા ડ્રાઇવીંગ કરતા નિલેશ ચંદુલાલ સોનપાલ નામના ઇસમોને પકડી લીધા હતા.
​​​​​​​
તેની પાસેથી ૧૦૮૦૦ની રોકડ તથા પાસા કબ્જેક રી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, દરોડાના પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application