ઘોડીપાસાનાં જુગાર ફિલ્ડ પરથી પાંચ પકડાયા, ભાગવા જતાં રાજકોટના નામચીન શખસનું મોત

  • July 13, 2021 01:16 PM 

રાજકોટ સહિત અન્ય સ્થળે પણ ગંભીર ગુનાઓ આચરનાર કુખ્યાત શખસ રાજકોટના સામાકાંઠા વિસ્તારના પેડક રોડ પર મા‚તિ સોસાયટીમાં રહેતા મહે સોમાભાઈ ગમારાનું જુગાર કબલ પર પોલીસના દરોડા દરમિયાન ભાગવા જતા હાર્ટ એટેકથી મોત નીપજયાની ઘટનાએ ચકચાર જગાવી છે. ગત રાત્રીની ઘટનામાં બનાવના પગલે મહેશના સગાસંબંધીઓ પણ ચોટીલા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃત્ય અંગે આક્ષેપો કરાયા હતા. કોઈ અનિચ્છનિય ઘટના ન બને માટે પોલીસના પણ ધાડા ઉતારાયા હતા. મોતનું ચોક્કસ કારણ જાણવા ડેડબોડીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાઈ હતી. જુગારીઓ પૈકી બેના પણ બીપી લો થઈ જતા સારારમાં ખસેડાયા હતા. જો કે, તબિયત સુધરી જતાં ધરપકડની તજવીજ હાથ ધરાઈ હતી.


પોલીસના વર્તુળોમાંથી બનાવની મળેલી વિગતો મુજબ મેવાસા (સેખલિયા)ની સીમમાં જુગાર ચાલુ હોવાથી માહિતીના આધારે નાની મોલડી પોલીસે ગત મોડી સાંજના દરોડો પાડયો હતો. પોલીસ કાફલો પહોંચતા જુગારીઓમાં નાસભાગ થઈ પડી હતી. છ શખસો ઘોડીપાસાનો ગાર રમી રહ્યા હતા. ભાગી છૂટેલા ઈસમોને પોલીસે પીછો કરીને દબોચ્યા હતા.


નાસભાગ દરમિયાન જુગાર કલબમાંથી ભાગેલો રાજકોટનો હિસ્ટ્રીસિટર મહેશ સોમાભાઈ ગમારા ઢળી પડયો હતો. મહેશને તાત્કાલિક સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલે ખસેડાયો તહો. જયાં થોડીવાર બાદ જ તેનું મૃત્યુ નીપજયું હતું. મોતના પગલે પોલીસ સ્ટાફમાં પણ દોડધામ થઈ પડી હતી.


બનાવનાં પગલે મહેશના પરિવારજનો, પરિચિતો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને મહેશને પોલીસે ઢાળ ઉપર ચડાવીને દોડાવતા મોત નીપજયા સહિતના આક્ષેપો કર્યા હતા. ડીવાયએસપી ચેતન મુંધવા, પીએસઆઈ પી.આર.સોનારા સહિતનો પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો ઉતારાયો હતો.


આક્ષેપોને લઈને પોલીસે એવું જણાવ્યું હતું કે, મહેશને પહેલાથી જ હાર્ટની તકલીફ હતી અને થોડા વખત પહેલા બાયપાસ સર્જરી પણ કરાવેલી હતી. પોલીસે કોઈ ગેરરીતિ કરી નથી ધરપકડથી બચવા ભાગવા જતા હાર્ટની તકલીફથી શ્ર્વાસ ચઢતા એટેક આવવાથી મોત નીપજયું હોવાનું પ્રાથમિક તબક્કે તબીબી અભિપ્રાય છે. આમ છતાં મોતનું ચોક્કસ કારણ જાણવા રાજકોટ સિવિલમાં પીએમ કરાવાયું છે.આક્ષેપો સંદર્ભે એક વાત એ પણ છે કે, દરોડામાં પોલીસ કોઈને ભાગવાનો મોકો ન આપે સંભવત પોલીસ ધરપકડથી બચવા મહેશ ભાગ્યો હોય અને આવી ઘટના ઘટી હોઈ શકે.


જુગાર દરોડામાં મહેશ સહિતના છ શખસો હતા જેમા મુકેશ લક્ષ્મણદાસ કોટક, સતાર હમીરભાઈ, નિલેષ મુળુભાઈ, ઈમરાન નુરાભાઈ, અલ્પેશ ઉર્ફે દિપો મનોજભાઈ પોલીસને હાથ આવી ગયા હતા. જુગાર ફિલ્ડમાંથી ૩,૫૬,૦૮૦ની રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન એક કાર મળી પોલીસે ‚ા.૬,૮૬,૫૮૦નો મુદામાલ કબજે કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS