જામનગર જિલ્લામાં તા.28 થી 30 ડિસેમ્બર દરમિયાન વાહન ફિટનેશ કેમ્પનું આયોજન

  • December 20, 2023 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં તા.28 થી 30 ડિસેમ્બર દરમિયાન વાહન ફિટનેશ કેમ્પનું આયોજન
 
જામનગર તા.20 ડિસેમ્બર,  વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ, કાલાવડ, લાલપુર અને જામજોધપુરમાં તા.28 થી તા.30 ડિસેમ્બર દરમિયાન વાહન ફિટનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.28 ડિસેમ્બરના  રોજ ધ્રોલ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયો ડિઝલના પંપ પાસે, તા.29 ડિસેમ્બરના રોજ કાલાવડમાં GEB ઓફિસ સામે, વાવડી રોડ, તા.30 ડિસેમ્બરના રોજ લાલપુરમાં માર્કેટિંગ યાર્ડની સામે, 66કેવી બાજુના મેદાનમાં તથા તા.30 ડિસેમ્બરે જામજોધપુરમાં ગૌશાળા પાસે નદીના કાઠા પરના મેદાનમાં તમામ પ્રકારના વાહનોનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે. જે વાહન માલિકોએ પિયુસી ઓનલાઈન કઢાવેલ હશે તેમના જ વાહનોનું ફિટનેશ કરી આપવામાં આવશે. ફિટનેશ રિન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઈન અરજી અને ફી પેમેન્ટ કરીને ઉપર જણાવેલ તારીખ અને સ્થળે ફિટનેશ કામગીરી કરાવવા માટે જવાનું રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application