દેશમાં 12 વર્ષથી વધુની વયના અન્ય રોગોથી પીડાતા બાળકોને પ્રથમ રસી અપાશે, કેન્દ્ર સરકારના કોવિડ વર્કિંગ ગ્રુપની જાહેરાત

  • August 14, 2021 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર હજુ પૂરી થઈ નથી તેવી જાહેરાત ફરીવાર કરવામાં આવી છે અને સાથોસાથ એવી ચોખવટ પણ કરવામાં આવી છે કે દેશમાં બાર વર્ષથી વધુ વયના અન્ય બીમારીઓથી પીડાતા બાળકોને સૌપ્રથમ રસી આપવામાં આવશે.

 

કેન્દ્ર સરકારના કોવિડ વર્કીંગ ગ્રુપ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષે તંદુરસ્ત બાળકોને રસી આપવામાં આવશે નહીં. નિષ્ણાંતોએ એમ પણ કહ્યું છે કે સ્કૂલ જતા દરેક બાળકને રસી આપવાની જરૂર લાગતી નથી.

 

કેન્દ્ર સરકારને ભલામણ કરતા આ ગ્રુપ દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે સૌપ્રથમ એડલ્ટ ને રસી આપવી જોઈએ અને બાળકો ની રસી ઉપલબ્ધ થયા બાદ સૌપ્રથમ અન્ય બીમારીઓથી પીડાતા બાળકોને એટલે કે બાર વર્ષથી વધુની વયના બાળકોને રસી આપવી જોઈએ.

 

જે બાળકો શારીરિક રીતે તંદુરસ્ત છે તેમને અત્યારે રસી આપવાનો કોઈ અર્થ નથી માટે આ વર્ષે આવા બાળકોને રસી આપવામાં થી મુક્ત રાખવા જોઈએ અને મોટાભાગની રસીનો ઉપયોગ બીમાર બાળકો માટે જ કરવો જોઈએ.

 

એમ માનવામાં આવે છે કે દેશમાં બાળકોને રસી આપવા અંગેની રૂપરેખા ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે અને મેડિકલ કન્ડિશન સાથે બાળકોને રસીકરણનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

 

નિષ્ણાંતોની સલાહ એવી છે કે દેશમાં 40 કરોડ બાળકોને બધાને રસી આપવાની જરૂર લાગતી નથી અને તેને બદલે જે લોકો પહેલેથી જ બીમાર છે તેવા વયસ્કોને સૌપ્રથમ રસી આપી દેવી જોઈએ. જે બાળકોને કોઇ લક્ષણો જ નથી અને સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે તેવા બાળકોને રસી આપવાનો કોઈ અર્થ રહેતો નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021