કોરોનાનો નવો રેકોર્ડ : પહેલીવાર એક જ દિવસમાં 2 હજાર થી વધુ મોત અને 3 લાખ નવા પોઝિટિવ કેસ

  • April 21, 2021 08:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના કોરોનાવાયરસથી હાહાકાર મચી ગયો છે. દરરોજ કોરાના પોઝિટિવ કેસનો આંકડો નવો જ એક રેકોર્ડ બનાવી રહ્યો છે પરંતુ આજે તો કોરોનાથી મરનારની સંખ્યા મનને હચમચાવી મૂકે તેવી છે.  

 

 

કોરોનાવાયરસની બીજી લહેરમાં દેશભરમાં પહેલીવાર 3 લાખની આસપાસ કોરોના કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. મંગળવાર રાત્રે બાર વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 2020  કોરોના દર્દીઓના મોત નિપજ્યા છે. જે મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં સૌથી મોટો આંકડો છે. દેશમાં પહેલીવાર એક સાથે આટલા લોકોના મોત થયા છે.

 

 

આંકડાઓ અનુસાર આ સમય દરમિયાન મંગળવારે 294115 કોરોનાના નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જે પણ દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા આ કેસમાં સૌથી વધુ છે. સતત પાંચમા દિવસે કોરોનાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે અને લોકોની ચિંતામાં વધારો કર્યો છે. કોરોના મહામારીથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 182570 થઈ ગઈ છે. જ્યારે સંક્રમિત થનારની સંખ્યા 15609004 છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા 21,50,119 થઈ ચુકી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS