બિહારમાં બુધવારે પ્રથમ તબક્કાનું મતદાન: સાંજે પ્રચારના ભૂંગળા શાંત

  • October 28, 2020 02:04 AM 1281 views

બિહાર વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન બુધવારે યોજાશે.આજે એ પૂર્વે પ્રચારના ભૂંગળા શાંત થઇ જશે. આજે અંતિમ દિવસે મતદારોને આકર્ષવા માટે તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. બુધવારે 16 જીલ્લાની 71 બેઠકો માટે મતદાન થશે. આ બેઠકો ઉપર 1066 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. કુલ 2.14 કરોડ મતદારો મતદાન કરશે અને આ માટે ચુંટણી પંચે તૈયારીઓ પૂરી કરી લીધી છે. ખાસ કરીને નક્સલ પ્રભાવી વિસ્તારોમાં વધારાના સૈનિકો ગોઠવી દેવાયા છે. આજે પ્રચારના છેલ્લા દિવસે મુખ્યમંત્રી નીતીશ કુમાર,ભાજપ્ના પ્રમુખ નડા, તેજસ્વી યાદવ, સહિતના મહાનુભાવો વિવિધ વિસ્તારોમાં સભા સંબોધશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application