રાષ્ટ્રહિત પ્રથમ : કોરોનાના પગલે બગદાણા ગુરૂઆશ્રમની પરંપરા તોડી અન્નક્ષેત્ર બંધ કરાયું

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ની સંસ્કૃતિમાં બગદાણા તીર્થધામ અન્નક્ષેત્રની સેવાથી સુવિખ્યાત છે. અન્નદાન પૂ.બાપાનો જીવનમંત્ર રહ્યો છે છતાં હાલની કોરોનાની સ્થિતિમાં રાષ્ટ્રહિત ખાતર વ્યવસ્થાપકોએ બગદાણાની પરંપરા તોડી અને અન્નક્ષેત્ર - ભોજનશાળા બંધ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સરકારના સુચનને સ્વિકારી બગદાણા ગુરૂઆશ્રમમાં આગામી ૩૧મી સુધી દર્શન સિવાયના તમામ વિભાગો બંધ રાખવા જાહેર કર્યું છે.


બગદાણા ગુરુઆશ્રમમાં દરરોજ મોટી સંખ્યામાં રાજ્ય અને રાજ્ય બહારથી પણ દર્શનાર્થીઓ આવતા હોય છે. રામ, રોટલો અને રાષ્ટ્રભક્તિ એ  પૂ.બજરંગદાસબાપાનો જીવનમંત્ર રહ્યો છે ત્યારે ગુરૂ આશ્રમમાં દરેક દર્શનાર્થીઓ માટે ૨૪ કલાક ૩૬૫ દિવસ અન્નક્ષેત્ર ધમધમતું રહે છે. અન્નક્ષેત્રની અખંડ સેવાથી ગુરુઆશ્રમ સુવિખ્યાત છે પરંતુ હાલમાં દેશમાં કોરોના વાયરસ ફેલાવાની સંભાવના જોતા ધર્મશાળા, ચા વિભાગ સાથે અન્નક્ષેત્ર - ભોજનશાળા બંધ કરવા પણ નિર્ણય લેવાયો છે. 


બગદાણામાં દર્શને આવેલો કોઈપણ ભૂખ્યો ન જાય તે પરંપરા છે તો પૂ. બાપા રાષ્ટ્રભક્તિને પણ વરેલા હતા. આથી બગદાણા આશ્રમના હાલના વ્યવસ્થાપકોએ પણ રાષ્ટ્ર હિતને પ્રથમ ગણી અન્નક્ષેત્ર બંધ કર્યું છે. બગદાણાના ઇતિહાસમાં આ ઘટના કદાચિત પ્રથમ છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application