હિમેશ રેશમિયાના નવા આલ્બમ સુરુર 2021નો ફર્સ્ટ લુક થયો રિલીઝ

  • June 07, 2021 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિંગર અને મ્યૂઝિક કંપોઝર હિમેશ રેશમિયાએ તેના નવા આલ્બમ સુરુર 2021ને રિલીઝ કરવા માટે તૈયાર છે. તેના પહેલા ટીઝર પોસ્ટરમાં તેની આઈકોનિક કૈપ અને માઈક હશે. આ આલ્બમ સાથે હિમેશ રેશમિયા પોતાનું મ્યૂઝિક લેબલ, હિમેશ રેશમિયા મેલોડીઝ પણ લોન્ચ કરી રહ્યા છે અને સુરુર 2021નો ફર્સ્ટ લુક અને પહેલું ગીત પણ ઝડપથી સામે આવશે. 

 

હિમેશ રેશમિયાના પહેલા સ્ટૂડિયો આલ્બમ આપ કા સુરુરની 55 મિલિયન કોપી વેંચાઈ હતી અને તે માઈકલ જૈકસનના થ્રિલર પછી દુનિયામાં બીજો સૌથી વધુ વેંચાયેલા આલ્બમ બન્યો હતો. આ આલ્બમની 65 મિલિયન કોપી વેંચાઈ હતી. 

હિમેશ રેશમિયાએ તેના પહેલા આલ્બમમાં દીપિકા પાદુકોણને લોન્ચ કરી હતી. તેથી આ વર્ષે તે જાણવું રસપ્રદ બની રહેશે કે આ વખતે સુરુર ગર્લ કોણ હશે. ચર્ચા છે કે હિમેશ એક નવી કલાકાર સાથે આઈકોનિક કૈપ અવતારમાં જોવા મળશે. આ યુવતી કોણ છે તેનો ખુલાસો થયો નથી. 

 

આ આલ્બમનું પહેલું સોંગ ટુંક સમયમાં રિલીઝ થશે. આ અંગે હિમેશે એક મુલાકાતમાં કહ્યું હતું કે તે લાંબા સમયથી આ આલ્બમના સોંગ પર કામ કરી રહ્યો છે અને હવે કામ પૂર્ણ થઈ ચુક્યું છે. તે તેના કંટેંટથી સંતુષ્ટ છે અને ટુંક સમયમાં તે આલ્બમ લોન્ચ કરશે. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS