ચિલીમાં માનવીમાં નોંધાયો બર્ડફલૂનો પહેલો કેસ

  • March 30, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયામાં કોરોના, એચ–૨ એન–૩ના કેસ વધી રહ્યા છે ત્યારે હવે માણસોમાં પણ બર્ડફલુનો કેસ સામે આવ્યો છે. ચિલીમાં બર્ડના બદલે માણસમાં બર્ડ ફલુનો દુનિયાનો પહેલો કેસ નોંધાયો છે. ૫૩ વર્ષના એક વ્યકિતને બર્ડફલુ હોવાનું નિદાન થયું છે જેની હાલત હાલ ગંભીર છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે, ચિલીમાં ૫૩ વર્ષિય વ્યકિતમાં બર્ડફલુના લક્ષણો જોવા મળ્યા છે જેની હાલત હાલ ગંભીર છે. બર્ડ ફલુનો કેસ નોંધાયા બાદ ચિલીની સરકાર ચેપ લાગવાના ક્રોત તેમજ દર્દીના સંપર્કમાં આવેલા અન્ય લોકોની તપાસ કરી રહી છે. ગયા વર્ષના અંતથી ચિલીમાં જંગલી પ્રાણીઓમાં એચએસએ–૧ બર્ડફલુના કેસ નોંધાયા હતા. ઔધોગિક ફાર્મેામાં હાલના નોંધાયેલા કેસના કારણે સરકારે મરઘા નિકાસ પર રોક લગાવી છે.
આ ફલુના કેસ આર્જેન્ટિનામાં ઔધોગિક મરઘા કેન્દ્રમાં પણ મળી આવ્યા છે. પરંતુ મરઘાનો સૌથી મોટા નિકાસકાર દેશ બ્રાઝિલ હાલ તેનાથી મુકત છે ચિલીના આરોગ્ય અધિકારીઓએ નોંધ્યું કે, વાયરસ પક્ષીઓ તથા દરિયાઈ સસ્તન પ્રાણીઓમાંથી મનુષ્યમાં સંક્રમિત થઈ શકે છે. પરંતુ માનવથી માનવમાં કોઈ કેસ નોંધાયા નથી વિશ્ર્વ આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે, મનુષ્યો વચ્ચે સંક્રમણનું જોખમ ઓછુ છે આમ છતાં વેકિસન નિર્માતા આગમચેતીના પગલા રૂપે મનુષ્યો માટે બર્ડફલુની વેકિસન તૈયાર કરી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application