કોરોનાના કારણે ગુજરાતમાં પહેલું મોત, સુરતના દર્દીએ તોડ્યો દમ

  • March 22, 2020 03:40 PM 2440 views

 

ગુજરાતમાં કોરોના વાયરસથી પહેલું મોત થયું છે. સુરતમાં કોરોના વાયરસની સારવાર લેતા 67 વર્ષનાં વૃદ્ધનું મોત થયું છે. કોરોના પહેલા તેઓ અસ્થમા અને કિડનીની બીમારીથી પીડિત હતા. કોરોના પોઝિટિવ આવતાં તેઓ છેલ્લાં ચાર દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે બપોરે  તેમનું મૃત્યુ થતાં તંત્રમાં દોડધામ વધી ગઈ છે.