પાટણમાં પણ નોંધાયો પહેલો કોરોનાનો કેસ, મુંબઈથી પરત ફરેલા યુવાનને લાગ્યો ચેપ

  • April 04, 2020 10:14 AM 543 views

 

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યા છે. તેવામાં વધુ એક જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આજે પાટણમાં પહેલો કોરોનાનો કેસ નોંધાયો છે. પાટણના 47 વર્ષના યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી આંતરરાજ્યની છે. તે થોડા દિવસો પહેલા મુંબઈ ગયો હતો. મુંબઈથી પરત આવ્યા બાદ થોડા દિવસો બાદ કોરોનાના લક્ષણ જણાતા તેનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જે ટેસ્ટનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application