કેશોદ પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં મુદ્દામાલના વાહનોમાં આગ

  • March 24, 2021 02:20 PM 

કેશોદ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ મુદ્દામાલના વાહનોમા આગ લાગી ઓટો રીક્ષામાં નુકશાની અન્ય વાહનોમાં આગ લાગતા અટકી હતી. કેશોદ પોલીસ દ્વારા કોઈ ગુનામાં અકસ્માતમાં કે ડીટેઈન કરાયેલા વાહનો પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં રાખવામાં આવેછે અનેક વાહનો ઘણાં લાંબા સમયથી પડ્યા રહેતા હોય જ્યાં સફાઈના અભાવે કચરાના ઢગલા જોવા મળેછે પ્રાથમિક અનુમાન મુજબ બપોરન સમયે કોઈ કારણોસર કચરાના ઢગલામાં આગ  લાગતાં પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ વાહનમાં ઓટો રીક્ષામાં આગ લાગતા નગરપાલિકા ફાયરબ્રિગેડ ટીમને જાણ કરવામાં આવતાં નગરપાલિકા ફાયરબ્રિગેડ ટીમ તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS