નૈનીતાલના જંગલમાં આગ: સૈન્ય બોલાવાયું

  • April 27, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ ચાલુ છે. નૈનીતાલ નજીક નૈનીતાલ ભવાલી રોડ પર પાઈનના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં જંગલનો મોટો ભાગ અને આઈટીઆઈ બિલ્ડિંગને અસર થઈ હતી. નૈનીતાલમાં લાદિયાકાંટા વિસ્તારના જંગલમાં પણ આગ લાગી છે. આગના કારણે નૈનીતાલથી ભવાલી સુધીના રસ્તા પર ધુમાડો છે. વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ છે. આ ભીષણ આગ બુઝાવવા સેના બોલાવી પડી હતી. નૈનીતાલ જિલ્લા મુખ્યાલય પાસેના જંગલમાં લાગેલી આગ ગંભીર સ્વપ ધારણ કરી ચુકી છે, જેના કારણે પાઈન્સ વિસ્તારમાં સ્થિત હાઈકોર્ટ કોલોનીના રહેવાસીઓ જોખમમાં છે. જેના કારણે આ વિસ્તારની ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર પડી હતી. આ વિસ્તારના રહેવાસી અને હાઈકોર્ટના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અનિલ જોશીએ જણાવ્યું હતું કે આગ ધ પાઈન્સ પાસે સ્થિત એક ખાલી મકાનને લપેટમાં લઈ ગઈ છે.


નૈનીતાલ ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર ચંદ્રશેખર જોશીએ જણાવ્યું કે મનોરા રેન્જના ૪૦ જવાનો અને બે ફોરેસ્ટ રેન્જર્સને આગ બુઝાવવા માટે તૈનાત કર્યા છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, રાયના કુમાઉ ક્ષેત્રમાં છેલ્લા ૨૪ કલાકમાં જંગલમાં આગ લાગવાની ૨૬ ઘટનાઓ બની છે, યારે ગઢવાલ ક્ષેત્રમાં પાંચ ઘટનાઓ બની છે, યાં ૩૩.૩૪ હેકટર જંગલ વિસ્તાર પ્રભાવિત થયો છે.


ગયા વર્ષે ૧ નવેમ્બરથી રાયમાં જંગલમાં આગની કુલ ૫૭૫ ઘટનાઓ નોંધાઈ છે, જેમાં ૬૮૯.૮૯ હેકટર જંગલ વિસ્તારને અસર થઈ છે અને રાયને ૧૪ લાખ પિયાથી વધુનું નુકસાન થયું છે. જાખોલી અને દ્રપ્રયાગના બે અલગ–અલગ વિસ્તારોમાં જંગલમાં આગ લગાડવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.


ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓને એલર્ટ રહેવા અને તમામ વિભાગો સાથે સંકલન કરીને આગને રોકવા માટે પગલાં લેવા જણાવ્યું છે. દ્રપ્રયાગ વિભાગીય વન અધિકારી અભિમન્યુએ જણાવ્યું કે જંગલમાં લાગેલી આગને રોકવા માટે રચાયેલી ટીમ દ્રારા આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે જાખોલીના તડિયાલ ગામના ઘેટાં પાળનાર નરેશ ભટ્ટ જંગલમાં આગ લગાડતી વખતે સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેણે તેના ઘેટાંને ચરાવવા માટે નવું ઘાસ ઉગાડવા માટે આગ લગાવી હતી


નૈની તળાવમાં બોટિંગ પર પ્રતિબંધ
હાઈકોર્ટ કોલોનીમાં કોઈ નુકસાન થયું નથી પરંતુ તે ચિંતાજનક દરે વધી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં આગ પહોંચવાની શકયતાને જોતા વહેલી તકે આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગને જોતા જિલ્લા પ્રશાસને નૈની તળાવમાં બોટિંગ પર પ્રતિબધં લગાવી દીધો છે

ભારે પવનના કારણે આગ કાબૂમાં કરવામાં મુશ્કેલી
ભારે પવનના કારણે ફાયર વિભાગની ટીમને આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. નૈનીતાલ નજીક લાદિયાકાંટામાં લાગેલી આગ ભારતીય સેનાના વિસ્તાર સુધી પહોંચી શકે છે તે જોતા સેનાના જવાનો પણ આગ ઓલવવામાં વ્યસ્ત છે. આવતીકાલથી વહીવટીતત્રં હેલિકોપ્ટર દ્રારા નૈનીતાલ અને ભીમતાલ તળાવોમાંથી પાણી લઈને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નૈનીતાલ સહિત કુમાઉના જંગલોમાં આગ લાગી છે. નૈનીતાલના બલદિયાખાન, જિયોલીકોટ, મંગોલી, ખુરપતાલ, દેવીધુરા, ભવાલી, પીનસ, ભીમતાલ મુકતેશ્વર સહિત આસપાસના જંગલોમાં આગ લાગી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application