અમદાવાદની વટવા GIDCમાં ફેક્ટરી ભડકે બળી, સ્ટાફમાં અફરાતફરી મચી

  • December 09, 2024 04:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદની વટવા GIDC ફેઝ 1માં આવેલી અલકેશ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી. ફેક્ટરીમાં સોલવન્ટ નામનું કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.​​​​​​​

આગ પર કાબૂ મેળવવામાં આવ્યો
વિકરાળ આગથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત 16 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. હાલ આગ લાગેલી જગ્યાએ ઠંડુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application