હિંમતનગર નજીક કોટન જિનમાં લાગી આગ

  • October 28, 2020 11:34 AM 

 

હિંમતનગર નજીક કોટન જિનમાં લાગી આગ, ૨ કરોડનું નુકશાન થયાનો અંદાજ

 

હિંમતનગરના વક્તાપુર પાસે આવેલી કોટન જિનમાં 800 જેટલી કપાસની ગાંસડીમાં લાગી આગ, હિંમતનગર અને ઇડરથી બોલાવાયા ફાયર ફાઈટર હિંમતનગરના વક્તાપુર નજીક આવેલા એક કોટન જિનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગ શોર્ટ સર્કિટ ના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. આગએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપધારણ કરી લીધું હતું પરિણામે હિંમતનગર અને ઇડર થી પણ ફાયર ફાઈટર બોલવાની ફરજ પાડી હતી. આગ પર કાબુ મેળવવા માટે 21 જેટલા ફાયરમેન કામે લાગ્યા હતા. આ ઘટનામાં  2 કરોડ જેટલું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS