ભાવનગરના કુંભારવાડામાં પ્લાસ્ટીકના કારખાનામાં આગ ભભૂકી

  • March 15, 2021 10:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામાં મોનો ફીલામેન્ટ પ્લાન્ટનો 4 ટન સામાન બળીને ખાક



શહેરના કુંભારવાડા નારી રોડ પર આવેલા પ્લાસ્ટીકના કારખાનામાં વહેલી સવારે વિકરાળ આગ ભભૂકી ઉઠતા અગ્નિ શામક દળ દોડી ગયું હતું.

 


પ્રાપ્ત વિગતો મુજબ કુંભારવાડા, નારી રોડ પર આવેલ રોહિત મીલના મેદાનમાં આવેલા દિપકભાઇ કાનજીભાઇ લાદાણીની માલિકીના વેર્સ્ટન પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝમાં આજે વહેલી સવારે વિકરાળ આગ ભભૂકી ઉઠ્યાની જાણ થતાં અગ્નિ શમદળે દોડી જઇ એક હેવી બ્રાઉઝર અને એક ફાયર ફાયટરની મદદ વડે ર કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગમાઁ મોનો ફીલામેન્ટનો 4 ટન સામાન બળીને સંપુર્ણ પણે બળીને ખાક બન્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS