કાલાવડ રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ નજીક આગ: કાર અને કેબિન સળગી

  • March 15, 2021 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ ઓલવી: અહીં આંટાફેરા કરતા માનસિક અસ્થિર શખસે આગ ચાંપી દીધાની શંકા


શહેરના કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડની મધ્યમાં આવેલા પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાસે આજરોજ એક કેબીન અને તેની બાજુમાં પડેલી કારમાં આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણ થતાં ફાયરબ્રિગેડના સ્ટાફે તાકીદે અહીં પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં કાર અને કેબીન બંને બળીને ખાખ થઇ ગયા હતા. આ વિસ્તારમાં આંટાફેરા કરનાર માનસિક અસ્થિર શખસે આગ ચાંપી દીધાની ચચર્િ સ્થાનિકોમાં થઈ રહી હતી.

 


આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ પાછળના ભાગમાં પટેલ વિહાર રેસ્ટોરેન્ટ નજીક ખુલ્લા પટ્ટમાં સીટ કવરની કેબીન અને તેની બાજુમાં પડેલી કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટનાની જાણ આજુબાજુના લતાવાસીઓ થયા બાદ ફાયર બ્રિગેડને આ બાબતે જાણ કરાઇ હતી. જેથી મવડી ફાયરનો સ્ટાફ તાકીદે અહીં પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પૂર્વે કાર અને કેબીન બંને આગમાં ખાખ થઇ ગયા હતા.

 


અહીં સ્થાનિકોમાં થતી ચચર્િ મુજબ છેલ્લા ઘણા સમયથી અહીં એક માનસિક અસ્થિર જેવો જણાતો શખસ આંટાફેરો કરતો હોય આ શખસે કાર અને કેબિનમાં આગ ચાંપી દીધાની પ્રબળ શંકા છે. તેમજ અહીં આસપાસમાં રહેતા લોકોમાં આ માનસિક અસ્થિર શખસ બધાને ગાળો આપતો હોય અને મહિલાઓને એકલા પસાર થવામાં પણ ડર અનુભવાતો હોય તેવી ફરિયાદો ઉઠવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS