વધારે ઘી પુરી મંદિરમાં કર્યો દીવો અને થોડી જ વારમાં ભડકે બળ્યું ઘર

  • February 06, 2020 04:49 PM 25 views

લોકો જ્યારે ભગવાનની પૂજા કરવા બેસે છે ત્યારે કોઈ કસર ન રહી જાય તે વાતનું ધ્યાન રાખે છે. પરંતુ ક્યારેક ભગવાન પ્રત્યે વધારે પડતી શ્રદ્ધા દેખાડવી ભારે પડી જાય છે. આ વાતની સાબિતી આપતી ઘટના વડોદરામાં બની છે. 

વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક બિલ્ડીંગના બીજા માળે સવારના સમયે આગ લાગી હતી. અચાનક ઘરમાંથી ધુમાળાના ગોટેગોટા નીકળતાં આસપાસના લોકો પણ ઘરમાંથી બહાર આવી ગયા હતા. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં સમયસર આગ પર કાબુ મેળવી લેવાયો. આ દુર્ઘટનામાં સમય સુચકતાના કારણે જાનહાનિ ટળી હતી. 

જો કે આગને કાબુમાં લેવાયા બાદ જ્યારે આગ કેવી રીતે લાગે તે કારણ બહાર આવ્યું ત્યારે સૌ કોઈ વિચારમાં પડી ગયા હતા. ફાયર સેફ્ટી અધિકારીએ જણાવ્યાનુસાર ઘરમાં સવારે પૂજા કરતી વખતે દીવામાં વધારે ઘી પુરી પ્રગટાવવામાં આવ્યો હતો. ઘી વધારે હોવાથી દીવાની જ્યોત મંદિરમાં લાગી ગઈ અને જોતજોતામાં સમગ્ર રુમમાં આગ ફેલાઈ ગઈ હતી.