ભાવનગર: હોટલ જનરેશન એકસમાં ચાલતા કોવિડ કેર સેન્ટરમાં આગ

  • May 12, 2021 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૦૮ અને સેવાભાવીઓ દ્રારા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા: કોઈ જાનહાની નહીં

 


શહેરના કાળુભા રોડ પર આવેલી હોટલ જનરેશન એકસ જેમાં કોવીડ કેર સેન્ટર ચાલી રહ્યું છે. આ હોટેલમાં મોડી રાત્રે ટીવી પ્લગ સોકેટમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગ સામાન્ય હતી પરંતુ દોડધામ અસામાન્ય થઈ ગઈ હતી. ત્રીજા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી અને દર્દીઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોઈ  જાનહાની થઈ નથી પરંતુ રાત્રે આ ઘટનાના પગલે ૧૦૮, ફાયરબ્રિગેડ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ૩૦ દર્દીઓને મોડી રાત્રે સર તખ્તસિંહજી હોસ્પિટલ અને લેપ્રેસી હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા.

 

 


ભાવનગર શહેરના કાળુભા રોડ ઉપર આવેલી હોટલ જનરેશન એકસના મ નંબર ૩૦૪માં ટીવીના યુનિટમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ફાયર સ્મોક ડિટેકિટવ એલાર્મ શ થઈ જતા  સ્ટાફને જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને સંપર્ક કરવામાં આવ્યો હતો.  બીજી બાજુ દર્દીઓને તાત્કાલિક ત્યાંથી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દર્દીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

 

 


એકાએક આગ ભભૂકી ઉઠતા આ કોવિડ સેન્ટરમાં રહેલા દર્દીઓમાં ભાગદોડ –ભયનો માહોલ છવાઇ ગયો હતો. આ કોવિડ સેન્ટરમાં રહેલા ૬૫ કોરોનાના દર્દીઓને ૧૦૮ની ૮ ગાડી, ફાયરની ૨ ગાડીમાં ખાનગી, સર તખ્તસિંહજી હોસ્પિટલ અને લેપ્રેસી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વહેલી સવાર સુધીમાં ખસેડી દેવામાં આવ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS