મુંબઈ : વિરારની કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 13 દર્દીના મોત

  • April 23, 2021 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં એક પછી એક ભયંકર દુર્ઘટનાઓ થઈ રહી છે. અગાઉ નાસિકની જાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સીજન લીકેજ થયું હતું જેમાં 22 દર્દીના મોત થયા હતા. ત્યારે હવે મુંબઈના વિરારમાં આવેલી વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 13 કોરોનાના દર્દીના મોત થયા છે. 

 

 

મુંબઈના વિરાર સ્થિત વિજય વલ્લભ હોસ્પિટલમાં શુક્રવારે વહેલી સવારે આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી. આ ઘટનામાં 13 દર્દીએ આગના કારણે જીવ ગુમાવ્યો છે. ફાયર વિભાગના જણાવ્યાનુસાર હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં 17 દર્દીની સારવાર થઈ રહી હતી. તેવામાં સવારે 3.30 કલાક આસપાસ શોર્ટ સર્કિટ થતાં વોર્ડમાં આગ લાગી હતી. આગ પર કાબુ 2 કલાકે મેળવાયો હતો. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS