હાર્ડવેર, સ્ટેશનરીની દુકાન, ખાણીપીણીની લારીધારક સહિતના સામે સોશિયલ ડિસ્ટન્સભંગના ગુના નોંધાયા

  • March 20, 2021 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે નિયમોની કડક અમલવારી કરાવવી જરૂરી બન્યું છે.ત્યારે પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યુની અસરકારક અમલવારી કરવામાં આવી રહી છે. શહેર પોલીસે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ સ્ટેશનર્સ, હાર્ડવેરના દુકાનદાર તેમજ ઈંડા અને પંજાબ-ચાઈનીઝની લારી સહિતનાઓ સામે ગુના નોંધાયા છે. શહેર પોલીસે ગઈકાલે રાત્રિના કર્ફ્યુ દરમિયાન જરૂરી કામ વગર બહાર નીકળેલા શખસો સહિતનાઓ મળી જાહેરનામા ભંગના વધુ 78 કેસ છે. શહેર પોલીસ દ્વારા સરકાર કોરોનાને કાબુમાં લેવા માટે જે નિયમો અમલી બનાવવામાં આવ્યા છે.

 

 

પોલીસ તેનું કડકમાં કડક અમલ કરાવી રહી છે. ત્યારે શહેરમાં ગઈકાલે પોલીસે ચેકિંગ દરમિયાન શહેરના કેનાલ રોડ પર આવેલી ઓમ હાર્ડવેર નામની દુકાનમાં ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવું, માણસો ભેગા હોય તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં છે રવિ સ્ટેશનર્સ નામની દુકાને પણ માણસો ભેગા થયા હોય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોઈ હોય વેપારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ શહેરના પ્ર.નગર રોડ પર બાલાજી રેસ્ટોરન્ટમાં રેસ્ટોરન્ટ સંચાલકે બેદરકારી દાખવી માસ્ક વગર લોકોને પ્રવેશવા દેવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવા વેપાર ધંધો કરતા હોય રેસ્ટોરન્ટ સંચાલક સામેં કેસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગોંડલ રોડ પી ડી એમ કોલેજ પાસે ભાઈજાન એગ્સ નામની ઇંડાની લારીએ માણસો ભેગા થયા હોય લારીધારક સામે કેસ કરવામાં આવ્યો છે.

 

 

તેમજ સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં હોકર્સ ઝોનમાં જય બાલાજી ચાઈનીઝ તેમજ સાધુવાસવાણી રોડ પર શાંતિ હોસ્પિટલની સામે આવેલા જુલેલાલ પાન સેન્ટરના સંચાલક સામે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવા બદલ જાહેરનામા ભંગના કેસ કરવામાં આવ્યા છે. શહેર પોલીસે ગઈકાલ રાત્રીના પેટ્રોલિંગ અને ચેકિંગ દરમિયાન જરૂરી કામ વગર બહાર નીકળેલા શખસો તેમજ રિક્ષામાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવા સહિત જાહેરનામા ભંગના કુલ 78 કેસ કયર્િ છે. તેમજ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના ત્રિકોણબાગ ચોક પાસે ધર્મેશ સિંધવ, કાના બાંભવાને નશાની હાલતમાં ઝડપી લીધા હતા. તેમજ મોટા મવા મવડી કણકોટ રોડ પર દારૂ પી કાર લઈ નીકળેલા નિર્મળ જયેશભાઈ ધાનક સામે પોલીસે પ્રોહીબીશનની કલમ હેઠળ નોંધ્યો હતો.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS